ઘરની સાફ સફાઈ કરવી સૌને પસંદ હોય જ છે પરંતુ આજે અમે જણાવીશું કે ઘરની સાફ સફાઈ કંઈ દિશાથી શરુ કરવી જોઈએ.
ઘરની સાફ સફાઈ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જોવા મળે છે. આ ઉપરાંત બીમારીઓને દૂર રાખવા માટે પણ સાફ સફાઈ એટલી જ જરૂરી છે.
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં રાખેલી તમામ વસ્તુઓનું એક અલગ જ મહત્વ છે. એટલા માટે સફાઈ કરતી વખતે પણ દિશાનું ધ્યાન રાખવું જરૂરી છે.
ધાર્મિક શાસ્ત્રોમાં સૂર્યાસ્ત પછી અથવા તો સવારે બ્રહ્મ મુહર્તમાં ઝાડું મારવું અયોગ્ય માનવામાં આવે છે. માન્યતા પ્રમાણે સવારે બ્રહ્મ મુહર્તમાં અને સૂર્યાસ્ત પછી ઘરમાં લક્ષ્મી માં નો પ્રવેશ થાય છે.
ઘરની ઉત્તર દિશા, વાયવ્ય કોણ અને ઈશાન કોણને સાફ રાખવું ખૂબ જ જરૂરી છે. ઘરની આ દિશામાંથી જ સાફ સફાઈની શરૂઆત કરવી જોઈએ. આ દિશમાં કુબેરનો વાસ હોય છે.
ઘરની બારી તથા છત પર ક્યારેય નકામી વસ્તુઓ ન રાખો. માન્યતા પ્રમાણે તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે.
બાથરૂમમાં ક્યારેય મકડીઓના જાળા ન હોવા જોઈએ. આવુ હોવાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે. ઘરની સાફ સફાઈ કરતી વખતે બાથરૂમની સાફ સફાઈનું પણ વિશેષ ધ્યાન રાખો.