ભારતીય શેરબજાર માટે શુક્રવારનો દિવસ ખાસ,નિફ્ટી 20Kની સપાટીનો ઈતિહાસ સર્જી શકે છે


By Nileshkumar Zinzuwadiya20, Jul 2023 10:34 PMgujaratijagran.com

શુક્રવારનો દિવસ ખાસ

ભારતીય શેરબજાર માટે શુક્રવારનો દિવસ ખાસ રહી શકે છે, કારણ કે આ દિવસે નિફ્ટી 20 હજારની સપાટીને સ્પર્શી શકે છે

NSE નિફ્ટી 20 હજાર સપાટીએ

ગુરુવારે NSEની નિફ્ટી 146 પોઇન્ટ એટલે કે 0.74 ટકા ઉછળી 19,979.15નો નવો રેકોર્ડ બનાવ્યો હતો. નિફ્ટી ઈન્ટ્રા-ડેમાં 19,991.85 લેવલ બનાવ્યું હતું.

સતત તેજી

BSE સેન્સેક્સ પણ 474.46 પોઇન્ટ વધીને 67,571ની ઊંચી સપાટી પર બંધ રહ્યો છે. શેરબજારમાં તેજીની ઈનિંગનું છઠ્ઠુ સેશન હતું

નવો ઈતિહાસ

હવે શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટી ફરી એક વખત નવો ઈતિહાસ રચી શકે છે. આ માટે રોકાણકારોની નજર વિશેષ કરીને નિફ્ટીના મનોવૈજ્ઞાનિક લેવલ પર ટકેલી છે.

ભારતનું અર્થતંત્ર મહાન શક્તિ બનીને ઉભરી રહ્યું છે, અમેરિકાને આપશે ટક્કર