1/4 કપ આદુ કટકા કરેલ, 1/4 કપ સમારેલી આંબા હળદર, 2 ચમચી લીંબુનો રસ, 1 ચમચી મીઠું.
કાચના એક બાઉલમાં 1/4 કપ કટિંગ કરેલી તાજી હળદર ઉમેરો.
1/4 કપ છીંણેલ અને કટિંગ કરેલ આદુ ઉમેરો.
2 ચમચી લીંબુનો રસ ઉમેરો.
1 ચમચી મીઠું ઉમેરો.
તાજી હળદર અને આદુના અથાણાને સારી રીતે મિક્સ કરો.
હવે તેને એર-ટાઈટ કાચની બરણીમાં નાખીને ઢાંકણ બંધ કરીને સારી રીતે મિક્સ થવા માટે તેને 4 થી 5 કલાક માટે ઠંડી, સૂકી જગ્યાએ રાખો.
તાજી હળદર અને આદુનું અથાણું સર્વ કરો અથવા તેને એક જ કાચની બરણીમાં પેક કરીને ફ્રિજમાં સ્ટોર કરો. તે ફ્રિજમાં 6 થી 8 મહિના સુધી ફ્રેશ રહેશે.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.