ક્યારેક-ક્યારેક માથામાં દુખાવો ઉપડે, તો તે સામાન્ય છે, પરંતુ વારંવાર તીવ્રતાથી માથું દુખવા લાગતું હોય, તો તે કેટલીક ગંભીર બીમારીઓનો સંકેત હોઈ શકે છે.
માઇગ્રેન થવા પર વ્યક્તિના માથામાં ખૂબ જ તીવ્ર દુખાવો થાય છે. વારંવાર તીવ્ર માથાનો દુખાવો માઇગ્રેનની સમસ્યાનો સંકેત હોઈ શકે છે.
બ્લડ પ્રેશરનું લેવલ વધવાથી પણ માથાનો દુખાવો થાય છે. ખાસ કરીને બીપી હાઈ હોય, ત્યારે માથાના પાછળના ભાગમાં કે ગરદન તરફ દુખાવો થાય છે.
વારંવાર માથાનો દુખાવો થવો એ સાઇનસનો પણ સંકેત હોઈ શકે છે. સાઇનસ થવા પર વ્યક્તિના માથાના આગળના ભાગમાં અને નાકની નજીક તીવ્ર દુખાવો ઉપડે છે.
વારંવાર માથાનો દુખાવો થવો એ બ્રેઇન ટ્યુમરનું પણ લક્ષણ હોઈ શકે છે. ખાસ કરીને જ્યારે તીવ્ર માથાના દુખાવા સાથે ઉબકા, ઉલટી અથવા દ્રષ્ટિમાં ફેરફાર જેવા અન્ય લક્ષણો દેખાતા હોય.
જો લાંબા સમય સુધી અવારનવાર માથામાં તીવ્ર દુખાવો રહેતો હોય, તો સ્વાસ્થ્ય માટે સારૂં નથી માનવામાં આવતું. આવી સ્થિતિમાં સમયસર તબીબની સલાહ અચૂક લેવી જોઈએ.