ભારતીય રિઝર્વ બેન્કના આંકડા પ્રમાણે 20મી ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું ફોરેક્સ રિઝર્વ 2.36 બિલિયન ડોલર ઘટી 583.53 અબજ ડોલર થયું છે.
ગત સપ્તાહમાં કુલ રિઝર્વ 1.153 અબજ ડોલર વધી 585.895 અબજ ડોલર નોંધાયું હતું.ઓક્ટોબર,2021માં દેશનું ફોરેક્સ રિઝર્વ 645 અબજની સર્વોચ્ચ સપાટીએ હતું.
ડૉલરના સંદર્ભમાં ફોરેન કરન્સી એસેટ્સમાં ફોરેક્સ રિઝર્વમાં રાખવામાં આવેલ યુરો, પાઉન્ડ અને યેન જેવા બીન US કરન્સીની વૃદ્ધિ અને ઘટાડાને અસરનો સમાવેશ થાય છે.
મધ્યસ્થ બેન્કે કહ્યું છે કે સપ્તાહ દરમિયાન સોનાનું રિઝર્વ 1.85 અબજ ડોલર વધી 45.42 અબજ ડોલર થઈ ગયું છે.