વિદેશી રોકાણકારોએ ભારતના શેરબજારમાં કર્યું મોટુ રોકાણ


By Nileshkumar Zinzuwadiya25, Jun 2023 10:09 PMgujaratijagran.com

FPIનું ભારતના બજારમાં રોકાણ

વિદેશી સંસ્થાગત રોકાણકારોનો ભારતના શેરબજારમાં વિશ્વાસ યથાવત છે. તેને લીધે તેમના તરફથી થઈ રહેલું રોકાણ વધી રહ્યું છે.

રૂપિયા 30,600 કરોડનું રોકાણ

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સે જૂનમાં અત્યાર સુધીમાં રૂપિયા 30,600 કરોડ કરતા વધારે રોકાણ કર્યું છે. વ્યાપક આર્થિક સ્થિરતા અને મજબૂત કોર્પોરેટ આવકને લીધે વિશ્વાસ વધ્યો છે.

નવ મહિનાની ટોચે રોકાણ

FPI દ્વારા મે મહિનામાં ઈક્વિટીમાં રૂપિયા 43,838 કરોડનું રોકાણ કર્યું હતું. જે નવ મહિનામાં સૌથી વધારે હતું.

એપ્રિલમાં રોકાણ

આ આંકડો એપ્રિલ મહિનામાં રૂપિયા 11,631 કરોડ અને માર્ચમાં રૂપિયા 7,936 કરોડ હતો.

તમારી ઈમ્યૂનિટીને બૂસ્ટ કરશે આ હોમમેડ અને હેલ્ધી સૂપ, આજે જ ટ્રાય કરી જુઓ