ટામેટાનો સૂપ શરીર માટે ઈમ્યૂનિટી બૂસ્ટરની જેમ કામ કરે છે. જેમાં વિટામિન સી અને એન્ટી ઑક્સીડેન્ટ્સ હોય છે. જે ઈમ્યૂનિટી વધારવામાં મદદગાર હોય છે.
નબળી ઈમ્યૂનિટી ધરાવતા લોકો પાલકના સૂપનું સેવન કરી શકે છે. જે ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવા સાથે જ કાર્યક્ષમતા પણ વધારે છે. આ સૂપ પીવાથી શરીરમાં આયરનની ઉણપ દૂર થાય છે.
મગની દાળનો સૂપ વજન ઘટાડવા સાથે ઈમ્યૂનિટી વધારવામાં પણ અસરકારક નીવે છે. જેમાં ફોલેટ અને વિટામિન બી-6 જેવા પોષક તત્ત્વો મળી આવે છે, જે ઈમ્યૂનિટીને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
બ્રોકલીનો સૂપ હાડકાને હેલ્ધી રાખવાની સાથે ઈમ્યૂનિટીને વધારવામાં મદદગાર હોય છે. જેમાં એન્ટી ઑક્સિડેન્ટ્સ, બીટા કેરોટીન અને વિટામિન સી જેવા તત્ત્વો મળી આવે છે. જે ઈમ્યૂન સિસ્ટમની કાર્યક્ષમતાને વધારે છે.
કોર્ન સૂપ સ્વાદમાં સારો હોવાની સાથે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી હોય છે. જેમાં વિટામિન સી અને એન્ટી ઓક્સિડેન્ટ્સ હોય છે. જે રોગપ્રતિકારક શક્તિને વધારીને શરદી-ઉધરસ અને ઈન્ફેક્શનના ખતરાને ઓછું કરવામાં મદદ કરે છે.