ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ દ્વારા ભારતીય શેરબજારમાં જૂન મહિનામાં સતત ચોથા મહિને ખરીદી જાળવી રાખી છે. અત્યાર સુધીમાં FPI દ્વારા રૂપિયા 16,405 કરોડની ખરીદી કરવામાં આવી છે.
FPIએ મે મહિનામાં શેરબજારમાં રૂપિયા 43,838 કરોડની ખરીદી કરી હતી, જે છેલ્લા નવ મહિનામાં સૌથી વધારે ખરીદી હતી.
એપ્રિલ મહિનામાં રૂપિયા 11,631 કરોડની જ્યારે માર્ચ મહિના દરમિયાન FPI દ્વારા રૂપિયા 7,936 કરોડની ખરીદી કરવામાં આવી હતી
તાજેતરની ખરીદીને જોતા એવું લાગે છે કે આગામી સમયમાં પણ વિદેશી ફંડો તરફથી ભારતીય શેરબજારમાં ખરીદીનું વલણ યથાવત રહેશે.