ભારતના વિદેશી હૂંડિયામણમાં સતત પાંચમા સપ્તાહ દરમિયાન ઘટાડો થયો છે અને 6 ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 2.17 અબજ ડોલર ઘટીને 584.74 અબજ ડોલર રહ્યું છે.
આ અગાઉના સપ્તાહમાં કુલ વિદેશી હૂંડિયામણ 3.79 અબજ ડોલર ઘટીને 586.91 અબજ ડોલર રહ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2021માં દેશનું વિદેશી હૂંડિયામણ 645 અબજ ડોલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું. જોકે બાદમાં વૈશ્વિક સ્તરે ચાલી રહેલી વિવિધ ઘટનાક્રમને લીધે તેમા ઘટાડો થયો હતો.
RBIની માહિતી પ્રમાણે 6 ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી અસ્કયામતો 70.70 કરોડ ડોલર ઘટીને 519.53 અબજ ડોલર રહી હતી.