ચોમાસામાં વરસાદની ઋતુમાં જાંબુ વધારે ખવાતા હોય છે. જાંબુ ખાવાથી શરીરને અનેક ચમત્કારિક લાભ મળે છે, પરંતુ કેટલીક વસ્તુઓ સાથે તેને ખાવાથી તે હાનિકારક નીવડી શકે છે.
જો તમે જાંબુ ખાધા પહેલા કે તરત જ પછી કેટલીક વસ્તુઓ ખાવ છો, તો તે શરીરને ફાયદાની જગ્યાએ ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
જાંબુ એક સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપુર ફળ છે. જો કે જાંબુ સાથે આ ચાર વસ્તુ ક્યારેય ના ખાવી જોઈએ.
જો તમે જાંબુ ખાઈ રહ્યાં હોવ, તો તેની સાથે ક્યારેય દૂધ ના પીવું જોઈએ. જાંબુ ખાતા પહેલા કે તરત પછી દૂધ પીવાથી પાચન તંત્ર પર વિપરિત અસર થાય છે.
જાંબુ ખાધા પછી તરત જ ક્યારેય પાણી ના પીવું જોઈએ. જાંબુ ખાધા પછી ઓછામાં ઓછી 15 મિનિટ બાદ જ માત્ર એકાદ-બે ઘૂંટડા જ પાણી પીવું જોઈએ.
જાંબુ સાથે અથાણું ખાવાનું ટાળવું જોઈએ. જાંબુ ખાધાની 30 મિનિટ સુધી અથાણું ખાવાથી દૂર રહેવું જોઈએ, નહીંતર શરીરને નુકસાન થઈ શકે છે.
મીઠાઈ અને જાંબુ એકસાથે ખાવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. જો જાંબુ અને મીઠાઈ એકસાથે ખાવામાં આવે, તો અપચાની સમસ્યા થઈ શકે છે.