શરીર માટે પોટેશિયમ ખૂબ જ જરુરી પોષકતત્વ છે. ચલો જાણીએ શરીરમા પોટેશિયમ વધારવા માટે ક્યા ક્યા વસ્તુઓનુ સેવન કરવુ જોઈએ.
શક્કરિયા પોટેશિયમનો મેળવવા માટેનો એક સારો વિકલ્પ છે. એક શક્કરિયામા 694 મિલીગ્રામ પોટેશિયમ હોય છે.
સંતરામા પોટેશિયમની માત્રા ખૂબ જ વધુ હોય છે. રોજ સંતરાનો જ્યૂસ પીવાથી શરીરને 450 મિલીગ્રામ પોટેશિયમ મળે છે.
બીટમા વિટામિન એ, વિટામિન કે અને પોટેશિયમ ભરપૂર માત્રામા હોય છે. અળધી વાટકી બીટનુ શાક ખાવાથી 655 મિલીગ્રામ પોટેશિયમ મળે છે.
દરેક ઘરમા જમવાનુ બનાવવા બટાકાનો ઉપયોગ થાય છે. જણાવી દઈએ કે બટાકાની છાલમા 610 મિલીગ્રામ પોટેશિયમ હોય છે.
એક ગ્લાસ દૂધની સાથે અળધો કપ ખજૂર ખાવાથી શરીરને 584 મિલીગ્રામ પોટેશિયમ પ્રાપ્ત થાય છે.