શરીરના સારા સ્વાસ્થ્ય માટે પાચનતંત્રને સ્વસ્થ રાખવું ઘણું જરૂરી છે. આ માટે તમારે આ સુપરફૂડસ્ને તમારા ડાયેટમાં સમાવેશ કરવો જોઈએ, તે તમારા ડાયેટમાં સ્વાદ જ નહી ઉમેરે પણ ડાયેજસ્ટીવ હેલ્થને પણ ઘણું સારુ કરશે. તો ચાલો જાણીએ આ 10 સુપર ફુડ્સ વિશે.
પપૈયુ પાપેન નામનું એન્ગઝાઈમ ધરાવે છે જે પ્રોટીનના બ્રેકડાઉનમાં મદદ કરે છે જેથી પાચનતંત્ર સારુ બને છે. આમા ફાઈબર પણ સારી માત્રામાં રહેલું હોય છે, જે કબજીયાત થતા અટકાવે છે.
વરિયાળી બ્લોટીંગ અને કબજીયાત માટેનો એક કુદરતી ઉપચાર છે. આ પેટના સ્નાયુઓને રીલેક્સ કરવામાં મદદ કરે છે જેનાથી પાચનક્રીયા સરળ બને છે.
પેપરમીંટ પણ પેટના સ્નાયુને રીલેક્સ કરવામાં મદદરૂપ બને છે, જો તમને બાઉલ મુવમેન્ટમાં તકલીફ રહેતી હોય તો આના સેવનથી તમને તેમા રાહત મળે છે.
દહીં પ્રો-બાયોટીક ખોરાક છે જે પેટમા સારા બેક્ટેરીયાના વિકાસમાં મદદ કરે છે. આ પાચનતંત્રમા માઈક્રોઓરગેનીઝમ નું હેલ્ધી બેલેન્સ રાખે છે, જે ડાયેજેશન ને સારુ કરે છે.
આદુમાં એન્ટી ઈન્ફાલામેટ્રી ગુણો હોય છે જે પાચનતંત્ર માટે ઘણો ફાયદાકારક હોય છે. આને તમારે તમારા ડાયેટમાં ચોક્કસ થી એડ કરવું જોઈએ, આ તમને ઉબકા અને ગેસ જેવી સમસ્યાથી બચાવે છે.
ચીયા સીડ્સ ફાઈબરતી ભરપૂર હોય છે જે તમારી બાઉલ સિસ્ટમને નિયંત્રીત કરી તેમા સુધારો કરે છે.
અનાનસને તમારા ડાયેટમા ઉમેરવાથી તમારુ પાચશક્તિમાં વધારો થાય છે, અને તે પોષકતત્વોને શરીરમાં શોષવામાં મદદ કરે છે.
અનાજ જેવા કે ઓટ્સ, ક્વીનોઆ અને બ્રાઉન રાઈસ એ ફાઈબરનો સારો સ્રોત છે. આના સેવનથી કબજીયાત જેવી સમસ્યા નથી રહેતી
આ પોષકતત્વોથી ભરપૂર ફળ છે, આ પાચનતંત્રમાં કાર્યમાં તેમને મદદ કરે છે અને તમારા ઓવરઓલ પેટના સ્વાસ્થ્યને સાચવે છે.