ન્યૂટ્રિશનિસ્ટ અને ડાયટિશિયન ગરિમા ગોયલના જણાવ્યા મુજબ, વાળને નેચરલ રીતે કાળા રાખવા માટે ડાયટમાં પોષક તત્વોથી ભરપુર ફૂડ્સને સામેલ કરવા જોઈએ.
આમળામાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન-C મળી આવે છે. જેનું સેવન કરવાથી સફેદ વાળની સમસ્યાથી બચી શકાય છે અને વાળને નેચરલી કાળા જાળવી રાખવામાં મદદ મળે છે.
ઔષધીય ગુણોથી ભરપુર આદુમાં અનેક પોષક તત્વો મળી આવે છે. આથી વાળનો ગ્રોથ જાળવી રાખવા અને તેને કાળા બનાવવા માટે આદુનું પાણી અથવા આદુની ચા પી શકાય છે. આ ઉપરાંત આદુને વાટીને મધ સાથે પણ ખાઈ શકાય છે.
ગાજરમાં પણ અનેક પોષક તત્વો મળી આવે છે. દરરોજ 1 ગ્લાસ ગાજરના જ્યૂસનું સેવન કરવાથી અથવા ગાજર ખાવાથી પણ વાળને મજબૂત બનાવવા સાથે નેચરલી કાળા રાખવામાં મદદ મળે છે.
હેલ્ધી ફેટ્સ, વિટામિન E અને કેટાલેજ એન્જાઈમથી ભરપુર બદામ જેવા નટ્સનું સેવન કરવું જોઈએ. જેનાથી વાળને કાળા બનાવવામાં મદદ મળે છે. આ ઉપરાંત તમે બ્રોકલી અને કેળાનું પણ સેવન કરી શકો છો.
કાળા તલમાં પણ અનેક પોષક તત્વો મળી આવે છે. સપ્તાહમાં 3 વખત 1 ચમચી કાળા તલને મધ અથવા ગોળ સાથે ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ નીવડે છે. જેનાથી વાળને નેચરલી કાળા બનાવવામાં મદદ મળે છે.