સવારે ખાલી પેટે નવશેકા પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી મેટાબોલિઝમ અને પાચન સારું થાય છે.
આહારમાં વધુ ફાઇબરયુક્ત ખોરાક ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે અને તેના માટે દરરોજ મુઠ્ઠીભર અખરોટ કરતાં વધુ સારું શું હોઈ શકે.
ગ્રીન ટી અને લીંબુ બંને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર ખોરાક છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.
આથો ખોરાક હોવાથી પ્રોબાયોટિક્સથી ભરપૂર દહીં પેટ પર હલકું અને સરળતાથી સુપાચ્ચ છે અને ફળો સાથે મિક્સ કરીને ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
એપલમાં તંદુરસ્ત કાર્બોહાઇડ્રેટ્સ અને પીનટ બટરમાં પ્રોટીન અને આ બે ખોરાકનો કોમ્બો સંપૂર્ણ વજન ઘટાડવાનો આહાર બનાવે છે.
ખજૂરમાં દ્રાવ્ય ફાઈબર હોય છે જે પાચન માટે મહત્વપીર્ણ છે, તે શરીરને એનર્જીથી ભરપૂર રાખવાનું કામ કરે છે.
ચિયાના બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે ભૂખને નિયંત્રિત કરે છે,પેટને સ્વસ્થ રાખે છે અને પાચનતંત્રને મજબૂત બનાવે છે.
નાસ્તામાં ફાઈબરથી ભરપૂર ઓટમીલ ખાવાથી ભૂખ લાંબા સમય સુધી દૂર રહે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.
પપૈયામાં પપૈન નામનું એન્ઝાઇમ હોય છે જે પાચન માટે સારું છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે, તમારા દિવસની મીઠી અને પૌષ્ટિક શરૂઆત માટે ખાલી પેટે એક વાટકી પાકેલા પપૈયાનું સેવન કરો.