આ 6 વસ્તુઓ વધારશે લોહીમાં પ્લેટલેટ્સ, બીમારીને રાખશે દૂર


By Smith Taral10, May 2024 03:15 PMgujaratijagran.com

પ્લેટલેટ્સ લોહીમાં હાજર નાના કોષો છે, જે ખાસ કરીને અસ્થિ મજ્જામાં જોવા મળે છે. આની શરીરમાં ઉણપ થવાથી રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે, જેથી રોગ થવાની શક્યતા વધી જાય છે. જો તમને સતત તાવ શરીરમાં દુખાવો રહેતો હોય તો પ્લેટલેટ કાઉન્ટ ચેક કરાવવું જરૂરી છે. આ સ્ટોરીમાં આપણે લોહીમાં પ્લેટલેટ્સની માત્રા વધારવા માટે કયા ખોરાક ખાવા જોઈએ તે જોઈશું

બીટનો કંદ

બીટરૂટમાં સારી માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ રહેલુ હોય છે, જે પ્લેટલેટ્સ વધારવામાં મદદ કરે છે. આનુ તમે શાક બનાવીને ખાઈ શકો છો અથવા જ્યુસ, સલાડના રૂપમાં ખાઈ શકો છો.

ગિલોય

કોરોના મહામારીમાં લોકોએ ગિલોયનો મોટા પ્રમાણમાં ઉપયોગ કર્યો હતો, આ ઔષધી ઘણી ગુણકારી છે, આનું સેવન કરવાથી પ્લેટલેટ્સ વધારી શકાય છે અને તે રોગપ્રતિકારક શક્તિ ને પણ મજબૂત બનાવે છે

પપૈયા

પપૈયાના ઝાડના પાંદડા પણ પ્લેટલેટ્સ વધારવામાં ઘણા ઉપયોગી છે. ખાસ કરીને ડેન્ગયુના કેસમાં પપૈયાના પાંદડાનો રસ પીવડાવવામાં આવે છે, કારણ કે આ બીમારીમા પ્લેટલેટ્સ ઘણા ઓછા થઈ જાય છે

કિવિ

કીવી ફળ પ્લેટલેટ્સ વધારવામાં ખૂબ મદદરૂપ છે. કિવિમાં વિટામિન સી થી ભરપૂર ફળ છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે

કિવિ

કીવી ફળ પ્લેટલેટ્સ વધારવામાં ખૂબ મદદરૂપ છે. કિવિમાં વિટામિન સી થી ભરપૂર ફળ છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે

આમળા

આમળામાં રહેલુ વિટામિન સી પ્લેટલેટ્સ વધારવામાં ઘણી મદદ કરે છે ઉપરાંત તેનું સેવન રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.

નાળિયેર પાણી

નાળિયેર પાણીમાં હાજર ઇલેક્ટ્રોલાઇટ્સ અને મિનરલ્સ શરીરમાં પ્લેટલેટ્સને વધારવામાં મદદ કરે છે.

1 અઠવાડિયામાં વજન કેવી રીતે ઓછુ કરી શકાય છે?