શરીર માટે મીઠું ખાવું જરૂરી છે, પરંતુ તેને લિમિટમાં જ લેવું જોઈએ. વધારે પડતું મીઠું ખાવાથી સ્વાસ્થ્ય સબંધિત અનેક સમસ્યાઓનો ખતરો વધી જાય છે.
ઘણાં લોકો ખાણી-પીણીની વસ્તુમાં સ્વાદ વધારવા માટે મીઠું ભભરાવતા હોય છે. જો કે કેટલીક વસ્તુમાં મીઠું ના નાંખવું જોઈએ, નહીંતર સ્વાસ્થ્યને હાનિકારક નીવડી શકે છે.
ક્યારેય પણ દહીમાં મીઠું નાંખીને ના ખાવું જોઈએ. હકીકતમાં દહીમાં મીઠું નાંખવાથી તેમા રહેલા હેલ્ધી બેક્ટેરિયા મરી જાય છે.
ઘણાં લોકો જ્યુસ પીવે, તો તેમાં ઉપરથી મીઠું નાંખતા હોય છે. જો કે તેમ ના કરવું જોઈએ. મીઠું નાંખેલું જ્યુસ પીવાથી શરીરને જ્યુસના પોષક તત્વો નથી મળી શકતા.
સલાડમાં પણ મીઠું નાંખીને ખાવાથી બચવું જોઈએ, કારણ કે વૉટર રિટેન્શન અને કિડની સાથે સંકળાયેલી સમસ્યા થઈ શકે છે.
કેટલાક લોકો ફળ ખાતા હોય, તો તેમાં પણ ઉપરથી મીઠું ભભરાવતા હોય છે. ફળો પર મીઠું નાંખીને ખાવાથી વૉટર રિટેન્શનની સમસ્યા થઈ શકે છે.
જો તમે પણ આ વસ્તુઓમાં મીઠું નાંખીને ખાતા હોવ, તો આજથી જ તમારી આ આદતને બદલી નાંખો. જેથી તમારા સ્વાસ્થ્ય પર તેની કોઈ વિપરિત અસર ના પડે.