Watermelon Side Effects: આ બે સમયે ના ખાશો તરબૂચ, ફાયદાની જગ્યાએ થશે નુકસાન


By Sanket M Parekh08, Apr 2025 03:38 PMgujaratijagran.com

તરબૂચના નુકસાન

કાળઝાળ ગરમીમાં તરબૂચ ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ માનવામાં આવે છે, પરંતુ જો આ ફળને ખોટી રીતે ખાવામાં આવે, તો ફાયદાની જગ્યાએ સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.

આ 2 સમય ના ખાશો

ઉનાળાની અંગદઝાડતી ગરમી વચ્ચે ગમે ત્યારે તરબૂચ ખાવાનું ટાળવું જોઈએ. એમાં પણ ખાસ કરીને આ બે સમયે તરબૂચ તો ભૂલથી પણ ના ખાવું જોઈએ.

ખાધા પછી તરત ના ખાશો તરબૂચ

ખાધા પછી તરત જ તરબૂચ ખાવું નુકસાનદાયક માનવામાં આવે છે. આપણામાંથી ઘણા લોકો ખોરાક લીધા પછી તરત જ તરબૂચ સમારીને ખાવા બેસી જતા હોય છે, પરંતુ આમ ના કરવું જોઈએ.

રાતે ના ખાશો તરબૂચ

જો તમે પણ રાતના સમયે તરબૂચ ખાતા હોવ, તો આજથી જ આ આદત છોડી દેજો. રાતના સમયે પણ તરબૂચ ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે.

પાચન તંત્ર બગાડે

આ બે સમય દરમિયાન તરબૂચ ખાવાથી તમને પાચન સાથે સંકળાયેલી સમસ્યા વકરી શકે છે. આથી આ બે સમયે તરબૂચ ભૂલથી પણ ના ખાવા જોઈએ

તરબૂચ ખાવાનો યોગ્ય સમય

યોગ્ય સમયે તરબૂચ ખાવાથી સ્વાસ્થ્યને અઢળક ફાયદા થાય છે. જો કે તરબૂચને ખાવાનો યોગ્ય સમય બપોરનો માનવામાં આવે છે.

તરબૂચ ખાવાના ફાયદા

ગરમીની સિઝનમાં તરબૂચ અચૂક ખાવા જ જોઈએ. તરબૂચમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે, જે શરીરમાં પાણીની ઉણપ દૂર કરે છે અને તેની સાથે જ સ્વાસ્થ્યને પણ ફાયદો પહોંચાડે છે.

Weight Loss: શું તમે વધેલા વજનથી ચિંતિત છો? તો આ વસ્તું ખાવાનું શરૂ કરો