ડેન્ગ્યુથી રિકવરી માટે સંતરાનું સેવન કરવું જોઈએ. સંતરામાં મિનરલ્સ અને વિટામિનનું પ્રમાણ વધારે હોય છે. જે દર્દીને ઝડપથી સાજો કરવામાં મદદ કરે છે.
ડેન્ગ્યુના કારણે શરીરમાં પાણીની કમી થઈ જાય છે. એવામાં નારિયેળનું પાણી પીવું એક ઉમદા વિકલ્પ છે. વધારે પાણી પીવાથી તમે ઝડપથી રિકવર થાવ છો. આ સાથે જ બૉડી પણ હાઈડ્રેટ રાખે છે.
પાલકમાં આયરનનું પ્રમાણ વધારે હોય છે. આ ઉપરાંત તેમાં રહેલ ઓમેગા-3 ફેટી એસિડ શરીરની ઈમ્યૂનિટીને મજબૂત કરે છે. જે તમને હેલ્ધી રાખે છે.
ડેન્ગ્યુ થવા પર ઈંડા ખાવા જોઈએ. ઈંડામાં આયરન અને પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. આ સાથે જ તેમાં વિટામિન-બી, કેલ્શિયમ જેવા પોષક તત્વો મળી આવે છે, જે તમને રિકવરીમાં મદદ કરે છે.
ડેન્ગ્યુના કારણે શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા ઘટવા લાગે છે. એવામાં દાડમનું સેવન ફાયદેમંદ સાબિત થઈ શકે છે. દાડમમાં આયરનનું પ્રમાણ વધારે હોય છે, જે તમારા પ્લેટલેટ્સ વધારવામાં મદદ કરે છે.