દાડમમાં ફાઈબર, વિટામિન કે, સી, બી, આયરન, પોટેશિયમ, જિંક અને ઓમેગા-6 ફેટી એસિડ મળી આવે છે. આ જ્યૂસ શરીરમાં આયરનની કમીને દૂર કરે છે, જેનાથી લોહીની ઉણપ નથી સર્જાતી.
દાડમમાં એન્ટી ઈંફ્લેમેન્ટરી ગુણ મળી આવે છે. જે શરીરને સોજા અને બળતરા જેવી સમસ્યાથી બચાવે છે. દાડમનું જ્યૂસ પીવાથી સ્ટ્રેસમાં પણ કમી આવે છે.
દરરોજ દાડમનું જ્યૂસ પીવાથી પેટમાં થતી બળતરામાં રાહત મળે છે. આ જ્યૂસ પાચન તંત્રને મજબૂત બનાવે છે અને પેટ સાથે સંકળાયેલી સમસ્યાથી બચાવે છે.
દાડમનું જ્યૂસ શરીરમાં ઈમ્યૂનિટી વધારવામાં મદદ કરે છે. જે વિટામિન-સીથી ભરપુર હોય છે. જેનાથી વ્યક્તિને શરદી, ઉધરસ અને તાવ જેવી બીમારી નથી થતી.
દાડમનું જ્યૂસ હાર્ટ માટે ફાયદેમંદ હોય છે. જેનાથી બ્લડ સર્ક્યુલેશન સુધારે છે અને કોલેસ્ટ્રોલ લેવલમાં કમી આવે છે.
જો તમે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાનો સામનો કરી રહ્યાં હોય, તો દરરોજ દાડમનું જ્યૂસ પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. જેનાથી બ્રેઈન સ્ટ્રોકનો ખતરો ટળે છે.