ડાયાબિટીસના દર્દીઓને ખાવાપીવાની બાબતોમા ધ્યાન રાખવુ જોઈએ. ખોટી વસ્તુઓના સેવનથી શરીરમા બ્લડ શુગર વધી શકે છે. એવામા જો બ્લડ શુગરને નિયંત્રણમા રાખવુ છે તો તમારે કેટલાક ફૂડ્સનુ સેવન ન કરવુ જોઈએ.
ડો. સમીરના પ્રમાણે હાઈ કાર્બ્સ વાળા ખોરાકનુ સેવન કરવાથી શરીરમા બ્લડ શુગરની સમસ્યા પણ થઈ શકે છે. ખાનપાનની આદતો ઉપરાંત કસરત કરવા પર પણ વધારે ધ્યાન આપવુ જોઈએ.
સંતરા, કેળા, કેરી જેવા ફળોનો જયુસ પીવાથી શરીરમા બ્લડ શુગરનો વધારો થઈ શકે છે. એવામા ડાયાબિટીસના દર્દીઓએ આ ફળોનુ સેવન કરવાથી બચવુ જોઈએ.
ડાયાબિટીસના દર્દીઓને બટાકાના સેવનથી બચવુ જોઈએ. બટાકામા 22 ગ્રામ કાર્બ્સ અને 95 કિલો કેલેરી હોય છે, જેના કારણે બ્લડ શુગર ઝડપથી વધે છે.
મિલ્ક શેકમા શુગરની માત્રા વધારે પ્રમાણમા હોય છે. એટલા માટે ડાયાબિટીસના દર્દીઓને મિલ્ક શેક ન પીવુ જોઈએ.
ખાંડએ બ્લડ શુગરને વધારે છે. એવામા કોઈ વસ્તુનુ સેવન ન કરો જેમા શુગરનો ઉપયોગ કરવાથી બચવુ જોઈએ.