રાતે 8 ક્લાકની ઊંઘ લેવી ખૂબ જ જરુરી હોય છે, પરંતુ રાતે સૂતા પહેલા લોકો એવા કામ કરતા હોય છે જેના કારણે બીજા દિવસ સવારે પણ તેમનુ મૂડ ખરાબ થઈ જાય છે. એવામા રાતે સૂતા પહેલા ક્યાં કામ ન કરવા જોઈએ તે વિશે જાણીએ.
રાતે સૂતા પહેલા કસરત ન કરવી જોઈએ. તેનાથી તમને ઊંઘ ન આવવાની સમસ્યા થઈ શકે છે. જેથી સૂવાના 3 ક્લાક પહેલા કોઈપણ પ્રકારની કસરત કરવાથી બચવુ જોઈએ.
રાતે લાંબા સમય સુધી જાગવાથી કોર્ટિસોલ વધે છે. જે હાર્ટ ફેટ અને હાર્ય શુગર ફેટને વધારે છે. આ કારણે તમે હાર્ટ સંબધિત બીમારીઓના શિકાર થઈ શકો છો. એવામા રાતે 8 ક્લાકની ઊંઘ જરુર લો.
રાતે સૂતા પહેલા બ્રશ ન કરવાથી તમારા દાંતમા બેક્ટેરીયાનુ નિર્માણ થઈ શકે છે, જેના કારણે દાંતોમા સડો આવી શકે છે. એવામા રાતે સૂતા પહેલા બ્રશ જરુરથી કરો.
રાતે સૂતા પહેલા મોડી રાત સુધી ફોનનો ઉપયોગ કરવો પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. તેના કારણે ઊંઘની સમસ્યા થઈ શકે છે. જેથી રાતે સૂતા પહેલા મોબાઈલનો ઉપયોગ કરવાનુ ટાળો.