જો તમે શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધારવા માંગતા હોવ, તો ડાયટમાં ફેરફાર કરવો જરૂરી છે. એવામાં જાણીએ કે, ગુડ કોલેસ્ટ્રોલ વધારવા માટે તમારે કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ?
ફળોનું સેવન કરવું ફાયદેમંદ મનાય છે. એવામાં તમે દરરોજ ફળ ખાઈ શકો છો. જેનાથી શરીરને પોષણ મળે છે અને ઈમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે. આ સાથે જ ગુડ કોલેસ્ટ્રોલ પણ વધે છે.
બીન્સમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાસ્ફોરસ, આયરન, કેરોટીન, થાયમિન, રાઈબોફ્લેવિન, નિયાસિન, વિટામિન-C જેવા પોષક તત્વો મળી આવે છે. જેનાથી ગુડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે.
ડ્રાય ફ્રૂટ્સ ખાઈને પણ તમે ગુડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારી શકો છો. એવામાં તમે કાજૂ, પિસ્તા, બદામ અને અખરોટ જેવા ડ્રાય ફ્રૂટ્સ ખાઈ શકો છો. જેનાથી પૂરતા પ્રમાણમાં ફેટી અસિડ મળી આવે છે.
ગુડ કોલેસ્ટ્રોલને વધારવા માટે તમે કઠોળ ખાઈ શકો છે. જેમાં પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને ખનીજ મળી આવે છે. આ તમામ વસ્તુઓ ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે.
સી ફૂડ્સનું સેવન કરીને તમે ગુડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારી શકો છો. જેમાં ટૂના, મર્કેલ જેવી ફિશ ખાવી જોઈએ, કારણ કે તેમાં ઓમેગા-3 ફેટી એસિટ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.