યોગ કરવાથી ફિઝીકલ અને મેન્ટલ હેલ્થને ખૂબ જ ફાયદો થાય છે. જેનાથી શરીરને અનેક પ્રકારની સમસ્યાથી બચાવી શકાય છે. તો ચાલો જાણીએ કબજીયાતથી બચવા માટે કેટલાક અસરકારક યોગાસનો વિશે જાણીએ..
દરરોજ ભુજંગાસનનો અભ્યાસ કરવાથી શરીરને અનેક ફાયદા થાય છે. આ આસન પેટના મસલ્સને મજબૂત કરવા સાથે પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે. જેનાથી કબજિયાત જેવી સમસ્યાઓથી બચી શકાય છે.
ત્રિકોણાસનનો અભ્યાસ કરવાથી પીઠ અને કરોડરજ્જુના હાડકાં પર દબાણ પડે છે. આ આસન કરવાથી પેટના મસલ્સ અને નસોની આસપાસ દબાણ વધારે પડે છે. જેના કારણે પેટ સારી રીતે સાફ થઈ જાય છે.
બાલાસન કરવાથી નર્વસને શાંત કરી શકાય છે. જેનાથી પેટના મસલ્સને પણ મજબૂતી મળે છે. આ આસન કરવાથી પાચન તંત્ર સુધરે છે અને મળ ત્યાગ સરળતાથી થઈ જાય છે.
દરરોજ પવનમુક્તાસનનો અભ્યાસ કરવાથી ઈન્ટેસ્ટાઈન પર દબાણ પડે છે. જેનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. જે કબજિયાત અને પાચન સબંધિત સમસ્યાઓ દૂર કરે છે.
ઉષ્ટ્રાસન ઈન્ટેસ્ટાઈનની ગંદકીને બહાર નીકાળવાનું કામ કરે છે. આ યોગની મદદથી એડ્રેનલ ગ્લેડ્સને સ્ટિમ્યૂલેટ કરી શકાય છે. જેનાથી પાચન ક્રિયા સુધરે છે.