જ્યારે કેલ્શિયમ, ઓક્સાલેટ અને યુરિક એસિડ જેવા પદાર્થ શરીરમાંથી બહાર નીકળી શકતા, જે નાની-નાની પથરીનું રૂપ લઈ લે છે. આ સાથે સમય જતાં તેની સાઈઝ વધવા લાગે છે.
જો તમે પથરીથી બચવા માંગતા હોવ, તો વધુમાં વધુ પાણી પીવાનો પ્રયત્ન કરો. આમ કરવાથી કિડનીની પથરી વિક્સિત થવાની સંભાવના 50 ટકા ઓછી થઈ જાય છે.
લીંબુને પથરીનો દુશ્મન પણ કહેવામાં આવે છે. જો તમે પથરીથી છૂટકારો મેળવવા માંગતા હોવ, તો લીંબુના રસનું સેવન કરી શકો છો. જેમાં સાઈટ્રેટ અથવા સાઈટ્રિક એસિડ સામેલ હોય છે, જે કેલ્શિયમને બાંધવા અને પથરી બનવાથી રોકવામાં મદદ કરે છે.
પથરીથી બચવા માટે કેલ્શિયમની સારી માત્રા લો. દહી, સોયા પ્રોડક્ટ, બિન્સ અને દાળ કેલ્શિયમના સારા સ્ત્રોત માનવામાં આવે છે. આવું ના કરવા પર પેશાબમાં ઓક્સાલેટનું પ્રમાણ વધારે થઈ શકે છે.
પથરી થવા પર અથવા તેનાથી બચવા માટે તમારી ડાયટમાં તુલસીના પાન સામેલ કરી શકો છો. જેમાંથી નીકળેલા રસનું સેવન કરવાથી પથરીના દર્દમાં રાહત મળી શકે છે.
તરબૂચ અને ટેટી જેવા ફળોમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે. એવામાં પથરીથી બચવા માટે અથવા પથરી થવા પર પાણીવાળા ફળોનું વધારે પ્રમાણમાં સેવન કરવું જોઈએ.
પથરીથી બચવા માટે તમે તમારી ડાયટમાં બ્રોકલીને સામેલ કરી શકો છો. જેમાં એન્ટી ઑક્સિડેન્ટ અને કેલ્શિયમ મળી આવે છે. જે કિડનીની સમસ્યામાં રાહત આપે છે.