આજકાલ માઈગ્રેનની સમસ્યા સામાન્ય બની ગઈ છે. આ સમન્યાથી પીડિત વ્યક્તિને માથાનો દુખાવો થાય છે.
જો તમે માઈગ્રેનના દર્દી છો તો કેટલીક વસ્તુઓ ખાવી તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે. આવો જાણીએ કઈ વસ્તુઓનું સેવન કરવાથી બચવું જોઈએ.
ડાર્ક ચોકલેટને શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ ડાર્ક ચોકલેટ માઈગ્રેનની સમસ્યાને વધારી શકે છે.
ચા અને કોફીમાં કેફીન જોવા મળે છે જે માઈગ્રેનના દર્દીઓ માટે હાનિકારક હોઈ શકે છે. માઈગ્રેનના દર્દીઓએ ચા પીવાનું ટાળવું જોઈએ.
ડેરી પ્રોડક્ટમાં ટાયરામાઈન નામનું તત્વ જોવા મળે છે જે માઈગ્રેન સંબંધિત સમસ્યાઓને વધુ વધારી શકે છે.
આલ્કોહોલ પીવાથી માઈગ્રેન એટેકનું જોખમ વધી જાય છે. માઈગ્રેનના દર્દીઓએ દારૂ અને ધૂમ્રપાનથી દૂર રહેવું જોઈએ.
જો તમે માઈગ્રેનથી પરેશાન છો તો ભૂલથી પણ ખાટા ફળોનું સેવન ન કરો. ખાટા ફળો તમારી સમસ્યાને વધુ વધારી શકે છે.
ઉનાળામાં લોકોને આઈસ્ક્રીમ ખાવાનો શોખ હોય છે પરંતુ માઈગ્રેનના દર્દીઓએ આઈસ્ક્રીમ ખાવાનું ટાળવું જોઈએ.
જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.