જામફળને વિટામિન-Cનો સારો સ્ત્રોત મવાય છે. દરરોજ 300 ગ્રામ જામફળ ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ કંટ્રોલમાં રહે છે. આ સાથે બૉડીમાં રહેલ એસ્કોર્બિક એસિડ શરીરની ઈમ્યૂનિટીને વધારે છે.
શરીરમાં વિટામિન-Cની કમીને પૂરી કરવા માટે પપૈયુ ખાવ. જેમાં 85 મિલીગ્રામ વિટામિન-C હોય છે. આ સાથે જ પપૈયામાં મળી આવતા ફાઈબર, વિટામિન અને અન્ય એન્ટી ઓક્સિડેન્ટ્સ જેવા પોષક તત્વો તણાવ પણ દૂર કરે છે.
બટાકા ખાવાથી શરીરમાં વિટામિન-C અને વિટામિન-બી6ની કમી પૂરી થાય છે. આ સાથે તેમાં રહેલ ફાઈબર બ્લડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. જેથી હાર્ટ સાથે સંકળાયેલી બીમારીનો ખતરો ટળે છે.
બ્રોકલી ખાવાથી શરીરને 51 મિલીગ્રામ વિટામિન-C મળે છે. આ સાથે જ તે વિટામિન-કેનો પણ સારો સ્ત્રોત છે.
સ્ટ્રોબેરી પણ શરીરમાં વિટામિન-Cની કમીને દૂર કરે છે. દરરોજ સ્ટ્રોબેરી ખાવાથી હાર્ટ એટેકનો ખતરો પણ ઘટે છે.
શિયાળામાં સંતરાનું સેવન ફાયદેમંદ મનાય છે. સંતરા શરીરમાં વિટામિન-Cની કમીને દૂર કરવામાં મદદ કરે છે. આ સાથે જ તે સ્કિન અને વાળ માટે પણ ફાયદેમંદ છે.