યુરીક એસિડ એક ખરાબ પદાર્થ છે, જે ત્યારે બને છે જ્યારે શરીર પ્યુરીનને તોડે છે. જો શરીરમાં આનું લેવલ વધી જાય તો પથરીની સમસ્યા થઈ શકે છે. આવામા લોહીને સાફ રાખવું ખૂબજ જરુરી છે. આ સ્ટોરીમાં આપણે જાણીશું, કે વિટામીમન-C યુક્ત આ વસ્તુઓ લોહીમાં રહેલી ગંદકીઓ દૂર કરવા કેટલું ઉપયોગી નીવડે છે.
કીવી વિટામીમન-Cનો એક સારામાં સારો સ્ત્રોત છે. એવું માનવામાં આવે છે, આ ખાવાથી ડેન્ગ્યુમાં ઘટી જતા પ્લેટલેટ્સને વધારવામાં મદદ મળે છે. આનું સેવન કરવાથી લોહીમાં રહેલી ગંદકી સાફ થઈ જાય છે.
જામફળ વિટામીમન-Cથી ભરપુર હોય છે. આનું સેવન કરવાથી લોહી સાફ રાખવામાં મદદ મળે છે. આમાં સારી માત્રામાં ફાઇબર પણ હોય છે.
પપૈયું વિટામીમન-C અને એઝાઈમ્સથી ભરપુર હોય છે, જે પાચન કરવામાં સહાયરુપ બને છે. આનું સેવન કરવાથી લોહીમાં યુરિક એસિડ ઓછું કરવામા મદદ મળે છે.
લાલ, પીળા અને લીલા શીમલા મરચા વિટામીન-Cના સારા સ્ત્રોત છે. આને તમે સલાડમાં ખાઈ શકો છો.
આવીજ રીતે બ્રોકોલી પણ એક ક્રુસીફેરસ શાકભાજી છે, જે માત્ર વિટામીમન-C જ નથી ઘરાવતું પણ બીજી ઘણી રીતે ફાયદો કરાવે છે.
વિટામીમન-C યુક્ત આ શાકભાજી, ઘણી વાનગીઓ સાથે ઉપયોગમાં લઈ શકાય છે. આના સેવનથી લોહીમાં યુરિક એસિડ ઓછું કરવામા મદદ મળે છે. આ ઉપરાંત વજન નિયંત્રણ રાખવા, હાઈડ્રેટેડ રહેવામાં મદદ કરે છે.
લોહીમાં રહેલી ગંદકીઓ દૂર કરવા તમારે પણ આ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. સ્ટોરી સારી લાગી હોય તો લાઈક અને શેર કરજો, અને આવીજ જરૂરી અને મહત્વની જાણકારી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.