ઔષધિય ગુણોથી ભરપૂર આદુ વાળુ પાણી શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઠંડીમા આદુવાળુ પાણી પીવાથી પણ સ્વાસ્થ્યને અનેક ફાયદા મળે છે. ચલો જાણીએ ઠંડીમા આદુનુ પાણી પીવાથી મળતા ફાયદા વિશે.
આદુમા કેલ્શિયમ, વિટામિન સી, આયરન, જિંક, કોપર જેવા પોષકતત્વો રહેલા હોય છે.
આદુમા વિટામિન સી અને એંટી ઓક્સિડેંટ જેવા ગુણ રહેલા હોય છે, જે વજનને ઝડપથી ઓછુ કરે છે.
આદુનુ પાણી પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે. આદુમા જિંજરોલ હોય છે જે પાચનક્રિયાને સુધારે છે. તેનુ પાણી પીવાથી ઉબકાની સમસ્યા પણ દૂર થાય છે.
ઠંડીમા ગળાની ખરાશ થવી સામાન્ય વાત છે. એવામા ગળાની ખરાશ દૂર કરવા માટે તમે આદુના પાણીનુ સેવન કરી શકો છો.
આદુ વાળા પાણીને પીવાથી શરીરમા કોલેસ્ટ્રોલનુ લેવલ ઓછુ થાય છે. આદુમા રહેલુ લિપીડ કોલેસ્ટ્રોલને નિયંત્રણમા રાખે છે, જેથી હાર્ટ સંબધિત સમસ્યાઓનુ જોખમ ઓછુ થાય છે.
આદુને સારી રીતે પીસીને પાણીમા ઉકાળો. હવે તેમા લીંબુ અને મધ ઉમેરો. આ મિશ્રણને થોડા સમય માટે ઉકાળ્યા બાદ તેનુ સેવન કરો.