Ghee Side Effects: ઘી સાથે ભૂલથી પણ ના ખાશો આ પાંચ વસ્તુઓ


By Sanket M Parekh07, Jun 2025 04:07 PMgujaratijagran.com

એક્સપર્ટનો અભિપ્રાય

ઘી સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોય છે, પરંતુ દરેક વસ્તુ સાથે તેનું સેવન સારું નથી હોતું. આયુર્વેદ અનુસાર, કેટલાક ખાદ્ય પદાર્થો સાથે ઘી ખાવાથી શરીરનું નુકસાન પહોંચી શકે છે. આ સંદર્ભે આયુર્વેદિક ડૉકટર શ્રેય શર્મા પાસેથી જાણીએ, એવી કઈ 5 વસ્તુ છે જેને ઘી સાથે ભૂલથી પણ ના ખાવી જોઈએ...

ઘી અને મધ

આયુર્વેદમાં ઘી અને મધને સરખા પ્રમાણમાં ખાવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ઘી અને મધ સાથે ખાવાથી શરીરમાં ટૉક્સિન્સ બને છે અને પાચન તંત્ર બગડી જાય છે.આથી હંમેશા ઘી અને મધને અલગ-અલગ જ ખાવા જોઈએ.

ચા-કૉફીમાં ઘી નાંખવું યોગ્ય નથી

આજે ઘણાં લોકો ચા-કૉફીમાં ઘી ઉમેરીને પીવે છે, પરંતુ તે પાચન તંત્ર માટે હાનિકારક નીવડી શકે છે. જેના પરિણામે વ્યક્તિને ગેસ, બ્લોટિંગ અને એસિડિટી જેવી સમસ્યા થઈ શકે છે.

ઘી અને દહી સાથે ના ખાવ

ઘીની તાસીર ગરમ, જ્યારે દહીની ઠંડી હોય છે. આથી બન્ને એકસાથે ખાવાથી ગટ બેલેન્સ બગડી શકે છે. જેના પરિણામે અપચો, એસિડિટી સહિત પેટ સબંધિત સમસ્યા થઈ શકે છે.

ઘી અને માછલી

ઘી અને ફિશ એકસાથે ખાવાથી શરીરમાં વિષયુક્ત તત્વો બની શકે છે. જેના પરિણામે સ્કિન એલર્જી, પાચન સબંધિત સમસ્યા અને ટૉક્સિન્સનું લેવલ વધી શકે છે. આથી આ કૉમ્બિનેશનથી બચવું આવશ્યક છે.

કોલેસ્ટ્રોલવાળા લોકો ઘીથી બચે

જે લોકોને હાઈ કૉલેસ્ટ્રોલની સમસ્યા છે, તેમણે લિમિટમાં જ ઘી ખાવું જોઈએ. વધારે ઘી ખાવાથી હાર્ટ પર વિપરિત અસર પડી શકે છે અને બ્લડ લિપિડ વધી શકે છે.

ઘી ક્યારે અને કેવી રીતે ખાવું જોઈએ?

ઘીને દાળ, ખીચડી, બાજરાના રોટલા, રોટલી કે પુલાવમાં નાંખીને ખાવું સૌથી ફાયદેમંદ છે. ઘીને રાંધતી વખતે નહીં, પરંતુ ઉપરથી નાંખીને સર્વ કરવું જોઈએ.

શું કહે છે આયુર્વેદ?

આયુર્વેદ અનુસાર, દરેક ફૂડના ગુણ અને અસર હોય છે. ખોટા ફૂડ કૉમ્બિનેશન શરીરમાં રોગ ઉત્પન કરે છે. ઘીનું યોગ્ય રીતે સેવન કરવું સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ બની શકે છે.

Garlic Milk Benefits: લસણવાળું દૂધ પીવાથી સ્વાસ્થ્યને થશે અઢળક ફાયદા