Garlic Milk Benefits: લસણવાળું દૂધ પીવાથી સ્વાસ્થ્યને થશે અઢળક ફાયદા


By Sanket M Parekh07, Jun 2025 04:01 PMgujaratijagran.com

એક્સપર્ટનો અભિપ્રાય

લસણ અને દૂધ બન્ને પોત-પોતાના ફાયદા માટે જાણીતા છે. જ્યારે બન્નેનું સેવન એકસાથે કરવામાં આવે, તો તે શરીર માટે વધારે ફાયદેમંદ નીવડે છે. આ સંદર્ભે ડાયેટિશિયન પ્રીતિ શ્રીવાસ્તવ પાસેથી જાણીએ કે, દૂધ અને લસણનું એકસાથે સેવન કરવાથી સ્વાસ્થ્યને કેવા-કેવા ફાયદા મળે છે.

કબજિયાતમાં ફાયદેમંદ

લસણવાળું દૂધ મળને નરમ બનાવે છે અને કબજિયાતમાં રાહત આપે છે. દૂધ અને લસણનું કોમ્બિનેશન પાઈલ્સના દર્દીઓ માટે કારગર સાબિત થઈ શકે છે. દરરોજ રાતે આવું દૂધ પીવાથી બેવડો ફાયદો થઈ શકે છે.

કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે

લસણ અને દૂધનું સેવન શરીરમાં જમા ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. જેના પરિણામે હાર્ટ સબંધિત બીમારીઓનો ખતરો પણ ટળી જાય છે. હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓએ તો આ ડ્રિન્ક અચૂક અજમાવવું જ જોઈએ.

અપચામાં આરામ

જો તમે ગેસ, પેટ ફુલવુ અને પેટમાં ચૂંક જેવી સમસ્યાથી પીડિત હોવ, તો તમારે લસણવાળું દૂધ પીવું જ જોઈએ, જે તમને સમસ્યામાંથી મુક્તિ અપાવશે. રાતે સૂતા પહેલા આવું દૂધ પીવાથી પાચન સુધરે છે.

ઈમ્યુનિટી મજબૂત બનાવે

દૂધ અને લસણ બન્ને એન્ટી ઑક્સિડેન્ટથી ભરપુર હોય છે. જેમાં હળદર મિક્સ કરીને પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધી જાય છે, જે તમને સિઝનલ બીમારીઓથી બચાવવાનું કામ કરે છે.

સાંધાના દુખાવામાં આરામ

એકતરફ દૂધ કેલ્શિયમનો સારો સોર્સ છે, તો બીજી તરફ લસણમાં એન્ટી ઈફ્લેમેન્ટરી ગુણ મળી આવે છે. બન્નેનું કૉમ્બિનેશન પીવાથી આર્થરાઈટિસ અને સાંધાના દુખાવામાં આરામ મળે છે.

માઈગ્રેનમાં રાહત

જો તમે માઈગ્રેનના દુખાવાથી પરેશાન થઈ રહ્યા હોવ, તો તમારા માટે લસણવાળું દૂધ રામબાણ ઈલાજથી કમ નથી. આ જાદુઈ કૉમ્બિનેશનનું નિયમિત સેવન માથાના દુખાવામાં આરામ આપવા સાથે તણાવ ઘટાડવામાં મદદ કરે છે.

કેવી રીતે બનાવશો લસણવાળું દૂધ?

1 કપ દૂધમાં લસણની 4 કળીઓ, એક ચપટી હળદર અને બે ચમચી સાકર મિક્સ કરીને ઉકાળો. એક વખત ઠંડુ થઈ જાય પછી રાતે સૂતા પહેલા પી જાવ. આ નુસખો શરીરને અંદરથી મજબૂત બનાવશે.

શેકેલા કે કાચા; કયા મખાના ખાવા ફાયદાકારક છે? જાણો