ખાલી પેટ ન ખાઓ આ 5 વસ્તુઓ, થશે ખરાબ અસર


By Hariom Sharma26, Nov 2023 11:43 AMgujaratijagran.com

ખાલી પેટ ના ખાઓ આ ફૂડ્સ

સવારે દરેક લોકો પોતાના દિવસની શરુઆત અલગ અલગ રીતે કરતા હોય છે. સ્વસ્થ રહેવા માટે કેટલીક વસ્તુઓને ખાવાનુ ટાળવુ જોઈએ.

દહીં

દહીં ખાવા માટે તો ખૂબ જ ફાયદાકારક છે પરંતુ તેને ખાલી પેટ ન ખાવુ જોઈએ. દહીં ખાતા પહેલા નાશ્તામા કોઈ અન્ય વસ્તુનુ સેવન કરો.

સોફ્ટ પીણા ન પીઓ

ખાલી પેટ સોફ્ટ પીણાને પીવાથી તેની ખરાબ અસર પાચનતંત્ર પર પડે છે. આ ઉપરાંત કફ અને ખાંસીની સમસ્ચા પણ થઈ શકે છે.

ખાટા ફળો ન ખાઓ

ખાલી પેટ સંતરા, લીંબૂ તથા મોસંબી જેવા ખાટા ફળો ન ખાઓ. ખાલી પેટ ખાટા ફળોનુ સેવન કરવાથી પેટમા એસિડીટી, ગેસ તથા અન્ય પેટ સંબધિત સમસ્યાઓ થઈ શકે છે.

You may also like

આ પાંચ વાતોનુ રાખો ધ્યાન, દરેક ઉંમરે રહેશો સ્વસ્થ

શિયાળામાં દૂધ સાથે 4 મખાનાનું સેવન કરો, મળશે આ જબરજસ્ત ફાયદા

કોફી ન પીઓ

જો તમે રોજ ખાલી પેટ કોફી પીવો છો તો તમારે આ આદતને બદલવાની જરુર છે. તે એસિડીટી, ગેસ તથા અન્ય પાચન સંબધિત સમસ્યાઓ થઈ શકે છે.

કાચી શાકભાજી

સામાન્ય રીતે લોકો કાચી શાકભાજી ખાવાનુ પણ પસંદ કરે છે. ખાલી પેટ કાચી શાકભાજીને સલાડ તરીકે ખાવાથી પેટમા દુખાવાની સમસ્યા થઈ શકે છે.

ચા

સામાન્ય રીતે સવારે દરેક લોકો પોતાના દિવસની શરુઆત ચાથી કરતા હોય છે, ખાલી પેટ ચાનુ સેવન ન કરવુ જોઈએ. તેનાથી પેટમા બળતરા થઈ શકે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

આ પાંચ વાતોનુ રાખો ધ્યાન, દરેક ઉંમરે રહેશો સ્વસ્થ