વધતા પ્રદૂષણ અને ખરાબ જીવનશૈલીના કારણે પોતાના શરીરને સ્વસ્થ રાખવુ એક પડકાર છે. એવામાં કેટલીક બાબતોનુ ધ્યાન રાખીને તમે તમારુ સ્વાસ્થ્ય સારુ રાખી શકો છો. ચલો વિગતવાર જાણીએ.
જો તમે લાંબા ગાળે પોતાને સ્વસ્થ રાખવા માંગો છો તો ભોજનમાં જંક ફૂડના સ્થાને ફળ અને શાકભાજીને વધુ મહત્વ આપો. ફળ અને શાકભાજીમા રહેલા પોષકતત્વો શરીરને સ્વસ્થ રાખવામા મદદ કરે છે.
સામાન્ય રીતે લોકો સોડા અને એનર્જી પીણાંનુ સેવન કરતા હોય છે. આ પીણા શરીરમા શુગરની માત્રા વધારે છે. તેનાથી ડાયાબિટીસનો ખતરો વધી જાય છે. એવામા શરીરને સ્વસ્થ રાખવા માટે વધારે પાણીનુ સેવન કરો.
વધારે સમય સુધી એક જ જગ્યા પર બેસી રહેવાથી લાંબા ગાળે શરીરને નુકસાન થાય છે. જેથી શરીરને સ્વસ્થ રાખવા માટે આઠવાડિયામા 150 મિનિટ કસરત કરવાની આદત કેળવો.
શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ 8 કલાકની ઊંઘ લેવી આવશ્યક છે. પૂરતી ઊંઘ ડાયાબિટીસ અને હાર્ટની બિમારીઓથી દૂર રાખે છે.