ઉનાળામાં રેફ્રિજરેટરનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવે છે. માર્કેટમાંથી શાકભાજી અને ફળો લાવીને આપણે તરત બધી વસ્તુઓને ફ્રીજમાં સ્ટોર કરી દેતા હોઈએ છીએ, પરતું કેટલાક ફળો જે આપણે ઉનાળામાં ખાઈએ છે, તેને ફ્રીજમાં સ્ટોર ન કરવા જોઈએ. આવો જાણીએ કયા છે તે ફળો
પપૈયા પાકી ન જાય ત્યા સુધી તેને ઓરડાના તાપમાને જ રાખવા જોઈએ, કારણ કે ઠંડકના લીધે પાકવાની પ્રક્રિયા ધીમી થઈ જાય છે, અને પરિણામે તેનો સ્વાદ સારો આવતો નથી
પાઈનેપલને ફ્રિજમાં રાખવાથી તે ચીકણું બને છે અને તેનો સ્વાદને ખરાબ કરી શકે છે. પાકી ગયા પછી તેની શેલ્ફ લાઇફ વધારવા માટે થોડા દિવસો માટે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય છે.
કેરી રેફ્રિજરેટરમાં રાખવાથી તે સારી રીતે પાકી નથી શકતી, સાથે ફ્રીજમાં રહેલું ઇથિલિન ઓક્સાઇડ ગેસ ના લીધે તેની ત્વચા કાળી થઈ જાય છે.
પાકી ગયા પછી પીચને થોડા દિવસો સુધી તેમની શેલ્ફ લાઇફ વધારવા માટે રેફ્રિજરેટમા રાખી શકાય છે, ત્યાં સુઘી તેને ઓરડાનાં તાપમાને જ સ્ટોર કરવા જોઈએ
પાકી ગયા પછી પીચને થોડા દિવસો સુધી તેમની શેલ્ફ લાઇફ વધારવા માટે રેફ્રિજરેટમા રાખી શકાય છે, ત્યાં સુઘી તેને ઓરડાનાં તાપમાને જ સ્ટોર કરવા જોઈએ
જો એવોકાડો પાકેલા ન હોય, ઓરડાના તાપમાને રાખવું જોઈએ, તે પાકે નહી પહેલાં રેફ્રિજરેટ કરવામાં આવે તો તે સખત બની શકે છે અને તેનો સ્વાદ ગુમાવી શકે છે.
કેળાને ફ્રીજમાં રાખવાથી તેની છાલ કાળી પડી જાય છે તેને ઓરડાના તાપમાને જ સ્ટોર કરવા જોઈએ
તડબૂચને ઓરડાના તાપમાને સ્ટોર કરવાથી તેના પોષકતત્વો જળવાઈ રહે છે, તેને ફ્રીજમાં મુકવાથી તેના પોષક મૂલ્યમાં પણ ઘટાડો થાય છે. તડબુચ પાકી ગયા પછી તમે તેને ફ્રીજમાં મુકી શકાય છે