શરીરની નસોમાં ગંદું લોહી જમા થઈ જવાના કારણે બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે, જેના કારણે અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે. આથી શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલને દૂર કરવું અત્યંત જરૂરી છે.
જ્યારે શરીરમાં બેડ કૉલેસ્ટ્રોલ વધે છે, ત્યારે ડાયટમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. તો ચાલો જાણીએ બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે કેવી વસ્તુઓ ખાવી જોઈએ.
જો તમે બૉડીમાંથી બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા માંગતા હો, તો સવારે લસણની એક કળી હૂંફાળા પાણી સાથે ખાવાનું રાખો.
ગ્રીન ટી શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ગ્રીન ટી પીને પણ ખરાબ કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં કરી શકાય છે.
શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડવા માટે ડાયટમાં મેથીનો સમાવેશ કરી શકાય છે. મેથીમાં કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે.
ટામેટાંનો રસ પીવાથી ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડી શકાય છે, કારણ કે તેમાં એન્ટી-ઓક્સિડન્ટ હોય છે.