ફૂડ ડિલીવરી કંપનીએ શરૂ કરી IPO માટેની તૈયારી


By Nileshkumar Zinzuwadiya26, Aug 2023 04:39 PMgujaratijagran.com

લિસ્ટીંગ માટે તૈયારી

ઓનલાઈન ફૂડ ડિલીવરી કંપની સ્વિગીએ વર્ષ 2024માં શેરબજારમાં લિસ્ટીંગ માટે તૈયારી શરૂ કરી છે. કંપની તેનો IPO રજૂ કરવા ઘણા સમયથી આયોજન કરી રહી છે.

વેલ્યુએશનનું આંકલન

એક અહેવાલ પ્રમાણે કંપની તેના IPOના વેલ્યુએશનનું આંકલન કરવા બેન્કર્સ સાથે વાતચીત કરી રહી છે. સ્વિગીની હરીફ કંપની ઝોમેટો અગાઉથી જ શેરબજારમાં લિસ્ટેડ છે.

શેરમાં 54.8 ટકાનો સુધારો

કંપનીના શેરમાં આ વર્ષે અત્યાર સુધીમાં 54.8 ટકાનો સુધારો થયો છે. હવે સ્વિગી પણ આગામી વર્ષે શેરબજારમાં લિસ્ટીંગ કરાવવા માટે તૈયારી કરી રહી છે.

10.7 અબજ ડોલરનું મૂલ્યાંકન

સ્વિગીએ ગયા વર્ષે વર્ષ 2022માં 10.7 અબજ ડોલરના વેલ્યુએશન પર ફંડ એકત્રિત કર્યું હતું. જોકે ભારતીય સ્ટાર્ટઅપ્સે ફંન્ડિંગની અછત અને વધારે વેલ્યુએશનને લઈ રોકાણકારોની ચિંતાને લઈ IPO અટકાવી દીધો હતો.

અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટ 29મી ઓગસ્ટના રોજ સુનાવણી કરશે