જો તમે તમારા વાળને ઝડપથી કમરની નીચે સુધી પહોંચાડવા માગો છો તો, કેટલાક કારગર અને ઘરેલુ ઉપાયને અપનાવી શકો છો. આવો જાણીએ કેટલાક ઉપાયો વિશે.
ઘણા લોકો વાળની વધુ કેર કરવા માટે બજારમાં મળતા મોંઘા અને કેમિકલવાળા પ્રોડક્ટ ખરીદી લે છે. આનાથી વાળને નુકસાન પહોંચે છે, તમારે વાળમાં નેચરલ પ્રોડક્ટનો જ ઉફયોગ કરવો જોઇએ.
વાળ માટે ભૃંગરાજ તેલ સૌથી સારો વિકલ્પ છે. જણાવી દઇએ કે વધારે પડતા હેર પ્રોડક્ટમાં ભૃંગરાજનો ઉપયોગ થાય છે. તમે અઠવાડિયામાં 2થી 3 વાર વાળમાં નેચરલ ભૃંગરાજ તેલ લગાવી શકો છો.
આમળામાં વિટામિન સી, આયર્ન અને એન્ટિઓક્સિડેન્ટ રહેલું હોય છે.આ વાળના વિકાસમાં ખૂબ જ ગુણકારી હોય છે. તમે 1થી 2 ચમચી આમળા પાવડર અથવા આમળાને વાટીને, ગરમ નારિયેળ તેલમાં મિક્સ કરીને વાળમાં લગાવી શકો છો.
આ હેર કેર માટે ખૂબ જ સારો ઉપાય છે. તમે સરસવો અથવા નારિયેળ તેલમાં 7-8 પત્તાને ગરમ કરીને, રાત્રે પલાળીને મેથીને વાટીને તેમાં એડ કરો, ત્યાર બાદ આને વાળ પર લગાવો અને 4થી 5કલાક પછી હેર વોશ કરી લો.
વાળની એકસ્ટ્રા કેર માટે અઠવાડિયામાં 1થી 2 વખત મહેંદીમાં એક ઈંડાને મિક્સ કરીને લગાવી શકો છો. ઈંડામાં પ્રોટીન હોય છે, જે વાળના ગ્રોથ માટે ખૂબ જરૂરી છે. મહેંદી વાળને નેચરલ રંગ અને ગ્રોથ આપે છે.
સ્કિનથી લઇને હેર કેર સુધી, એલોવેરા દરેક વસ્તુઓમાં ખૂબ જ ફાયદાકારક છે. આ સ્કેલ્પને મોઇશ્ચરાઇઝ કરીને અને ફંગસને સાફ કરવામાં મદદ કરે છે. તમે અઠવાડિયામાં 2-3 વાર નારિયેળ તેલમાં એલોવેરા જેલ મિક્સ કરીને વાળમાં લગાવી શકો છો.