રાત્રે ઊંઘવા જતા પહેલા સ્માર્ટફોનના ઉપયોગથી દૂર રહેવા આ સૂચનોનું પાલન કરો


By 27, Feb 2023 03:15 PMgujaratijagran.com

નિરાંત ભરી ઊંઘનું છે ખૂબ મહત્વ

તમારા આરોગ્ય-સ્વાસ્થ માટે પૂરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે

ઊંઘતા પહેલા ફોન

ઊંઘવા જતા પહેલા સ્માર્ટફોનનો ઉપયોગ એ બ્લૂ લાઈટને લીધે તમારી ઊંઘવા અને સવારે જાગવાના ચક્રને નુકસાન કરી શકે છે

ફોનમાં વાંચવાનું ટાળો

ઊંઘવા જતા પહેલા ફોનમાં વાંચવા, સંદેશ જોવા કે ચેટ કરવાની ટેવથી દૂર રહો

ઊંઘવાનો સમય

તમારા ફોન પર તમે ઊંઘવાના શેડ્યૂલને સેટ કરી શકો છો અને ધ્યાન-મન વિચલનની સ્થિતિ ઘટાડી શકો છો

એલાર્મ ક્લોકનો ઉપયોગ

ઊંઘતા પહેલા નોટિફિકેશનન તપાસવાની ટેવથી દૂર કરી શકાય તે માટે એનાલોગ એલાર્મ ક્લોકનો ઉપયોગ કરી શકો છો

બ્લૂ લાઈટ ફિલ્ટર

ચોક્કસ કલાકો દરમિયાન બ્લૂ લાઈટ્સની અસરને ટાળવા માટે તેનું પ્રમાણ ઘટાડવામાં તમારા એન્ડ્રોઈડ ડિવાઈસમાં બ્લૂ લાઈટ ફિલ્ટર તમને મદદરૂપ બની શકે છે.

સચેતન અવસ્થા

સચેતન અવસ્થા તમને તમારા સ્માર્ટફોર્નના ઉપયોગથી વાકેફ કરવા અને તેને સતત તપાસવાની ટેવને ઘટાડવામાં મદદરૂપ બની શકે છે.

તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવો, અનેક રોગોથી રહેશો દૂર