તાંબાના વાસણમાં પાણી રાખવાથી પાણીને શુદ્ધ કરવાની ભારતમાં એક પ્રાચીન પરંપરા રહી છે.
આયુર્વેદ પ્રમાણે રાત્રીના સમયે તાંબાના જગ કે વાસણમાં પાણી ભરીને સવારના સમયે પીવાથી સારા સ્વાસ્થ્યને જાળવવામાં મદદ મળે છે.
તાંબાના વાસણમાં રાખેલા પાણીને તામ્ર જલ કહેવાય છે અને તેને આઠ કલાક સુધી રાખ્યા બાદ પીવું જોઈએ
આજે અમે તમને તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી આરોગ્યને લગતા કેવા ફાયદા થાય છે તે અંગે માહિતી આપશું
તાંબાના વાસણમાં રાખેલુ પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
થાઈરૉઈડ ગ્લેન્ડના કામકાજ નિયંત્રિત થાય છે
ત્વચાના સ્વાસ્થમાં સુધારો થાય છે અને મેલેનિન ઉત્પાદનને વધારે છે.
એન્ટીમાઈક્રોબિયલ-ઈન્ફેક્શન સામે લડે છે.
પાચન ક્રિયામાં સુધારો થાય છે અને ઉંમર વધવાની ક્રિયા ધીમી પડે છે.
ઈજા સંજોગોમાં ઘા ઝડપથી ભરવામાં મદદરૂપ બને છે
હૃદય માટે સારું- હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની સ્થિતિમાં મદદરૂપ
આર્થરાઈટીસ અને સોજાવાળા સાંધામાં લાભકાયક
એનીમિયાને દૂર કરે છે-કૉપર શરીમાં આયર્નના અવશોષણમાં સહાયતા કરે છે, એનીમિયા સામે લડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.