પેટની લટકતી ચરબીથી છૂટકારો મેળવવા માટે અપનાવો આ ટિપ્સ


By Sanket M Parekh03, Sep 2023 03:59 PMgujaratijagran.com

ગ્રીન ટી

ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ મનાય છે. જેમાં એન્ટીઑક્સીડેન્ટ, આયરન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, સોડિયમ, કૉપર, જિંક, અમીનો એસિડ અને પ્રોટીન જેવા અનેક પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે મેટાબૉલિજ્મને બૂસ્ટ કરીને ફેટ બર્ન કરવામાં મદદ કરે છે.

મીઠુ અને ખાંડ

સામાન્ય રીતે ઘરમાં મીઠું અને ખાંડનો ઉપયોગ થાય છે. તેનાથી મોટાપો વધે છે. મીઠામાં સોડિયમ વધારે હોય છે, જે મોટાપો વધારે છે. જ્યારે ખાંડના વધારે પડતા સેવનથી પણ ડાયાબિટીસ સહિત અન્ય અનેક સમસ્યા થઈ શકે છે.

ખાવાનો સમય

પોષણથી ભરપુર ખોરાકની સાથે-સાથે આપણે યોગ્ય સમયે ખાઈ લેવું જોઈએ. જો તમે ગમે તે સમયે ખાવાની આદત ધરાવો છો, તો મોટાપા સહિત અન્ય અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

ફાઈબર

પેટની ચરબી ઘટાડવા માટે તમારે ખોરાકમાં ફાઈબર યુક્ત ફૂડ્સનું સેવન કરવું જોઈએ. જેનાથી તમારું પાચન ઠીક રહેશે અને વજન પણ નહીં વધે.

એક્સરસાઈઝ કરો

સૌથી જરૂરી વસ્તું છે, તમે તમારી ડાયટની સાથે-સાથે એક્સરસાઈઝ પર પણ ધ્યાન આપો. તમારે દરરોજ એક્સરસાઈઝ કરવી જોઈએ. બેલી ફેટ ઓછુ કરવા માટે નિયમિત એક્સરસાઈઝ ખૂબ જ જરૂરી છે.

ડેન્ગ્યુમાં નબળાઈથી બચવા આ 8 વસ્તુઓનું સેવન કરો