આ 4 કામ સાથે તમારો દિવસ શરૂ કરો, વજન વધવાની ચિંતા કરવી નહી પડે


By Smith Taral06, Mar 2024 03:31 PMgujaratijagran.com

વજન વઘવાની સમસ્યાથી જે વ્યક્તિઓ પીડાતી હોય તેઓ વજન ઓછુ કરવા અવનવા ઉપાયો કરતા હોય છે, જેમા ફાસ્ટીંગ કરવું, એક જ પ્રકારનો ખોરાક ખાવો, જોકે આ તમારા શરીર પર ખરાબ અસર કરે છે. આજે અમે તમારી માટે કેટલાક ઘરેલું ઉપાયો લઈને આવ્યા છે જેને રોજ કરવાથી તમને વજન વઘવાની ચિંતા નહીં રહે

સવારે ઉઠતાની સાથે જ 1 ગ્લાસ નવશેકું પાણી પીવો

સવારે ઉઠીને એક ગ્લાસ નવશેકું પાણી પીવાથી વજન વધતું અટકાવી શકાય છે. હા, કારણ કે સવારે તમારી લાળમાં સારા બેક્ટેરિયાથી હોય છે, જે પાણી પીવાથી પેટમાં જાય છે અને તમારુ મેટાબોલીઝમ સારુ કરે છે.

30 મિનિટ માટે ઝડપી વોક કરો

તમારે સતત 30 મિનિટ સુધી ઝડપી ચાલવું . બ્રિસ્ક વોક એટલે એક ગતિમાં ઝડપથી ચાલવું આમ કરવાથી, મેટાબોલિક રેટ વધે છે જેનાથી વજન જલદી ઓછુ કરી શકાય છે

નાસ્તા પહેલા પીવો ગ્રીન ટી

નાસ્તા પહેલા ગ્રીન ટી પીવાથી તમારુ મેટાબોલીઝમ રેટ વઘે છે. આ ઉપરાંત તે મગજ અને હૃદયને પણ સ્વસ્થ રાખે છે.

નાસ્તામાં ઓટ્સ ખાઓ

ઓટ્સ ઘણી માત્રામાં ફાઇબર હોય છે જે વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તે મેટાબોલીઝમને પણ ઝડપી બનાવે છે.

અમદાવાદમાં 10 સ્ટ્રીટ ફૂડ્સ જે તમારે ચોક્કસથી ટ્રાય કરવા જોઈએ