⇛ એક નાની ચમચી હળદરને બે ચમચી દહીમાં મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. ⇛ આ પેસ્ટને ચહેરા પર લગાવીને 15-20 મિનિટ સુધી રાખો. ⇛ જે બાદ હળવા હાથે રગડીને ચોખ્ખા પાણીથી ચહેરો ધોઈ નાંખો.
⇛ એક નાની ચમચી લીંબુનો રસ અને એક નાની ચમચી મધ લઈને સારી રીતે મિક્સ કરો. ⇛ આ મિશ્રણને ચહેરા પર લગાવો અને 15-20 મિનિટ સુધી રાખો. ⇛ જે બાદ હળવા હાથે હુંફાળા પાણી વડે ધોઈ નાંખો.
⇛ એક નાનું બટાકુ બાફીને મસળી નાંખો. જેમાં એક ચમચી મધ મિક્સ કરો. ⇛ હવે જે પેસ્ટ તૈયાર થઈ હોય, તેને ચહેરા પર લગાવો અને 20-25 મિનિટ સુધી રાખો. ⇛ જે બાદ ધીમે-ધીમે હળવા હાથે ઠંડા પાણી વડે ધોઈ નાંખો.
⇛ એલોવેરાના પાંદડાને કાપીને તેની જેલ નીકાળી લો અને તેમાં થોડું ગુલાબ જળ મિક્સ કરો. ⇛ આ મિશ્રણને ચહેરા પર લગાવો અને 20 મિનિટ સુધી રહેવા દો. ⇛ સૂકાયા બાદ ચહેરાને હુંફાળા પાણીથી ધોઈ નાંખો.
⇛ એક નાના ટુકડા આદુને પીસી નાંખો અને તેમાં એક નાની ચમચી મધ મિક્સ કરો. ⇛ આ પેસ્ટને ચહેરા પર લગાવીને 15-20 મિનિટ સુધી રહેવા દો. ⇛ સૂકાઈ ગયા બાદ ચહેરાને હળવા હાથ વડે હુંફાળા પાણીની મદદથી ધોઈ લો.