ખભા સહિત અન્ય સાંધાના દુખાવામાં હળદર વાળુ દૂધ પીવું ફાયદેમંદ નીવડે છે. એક ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદરનો પાવડર મિક્સ કરીને રાતે સૂતા પહેલા પી જવાથી દુખાવામાં રાહત મળે છે.
આદુનો ઉપયોગ પણ ખભાના દુખાવામાં આરામ અપાવે છે. જેનો ઉપયોગ ઠંડીની સિઝનમાં અવશ્ય કરવો જ જોઈએ. શાકભાજી, ચટણી, ચા, અથાણા દ્વારા આદુનો સેવન અચૂક કરવું જોઈએ. જે ખભા ઉપરાંત અન્ય સાંધાના દુખાવામાં તેમજ સોજા ઉતારવા અને શરદી-ખાંસી જેવી બીમારીઓમાં પણ રાહત અપાવે છે.
ખભાના દુખાવા સહિત અન્ય સાંધાના દુખાવામાં એલોવેરા જેલ જલ્દી આરામ અપાવે છે. દુખાવો થાય ત્યારે એલોવેરાનો પલ્પ નીકાળીને તેમાં હળદરનો પાવડર મિક્સ કરીને તેને ગરમ કર્યા બાદ જ્યાં દુખાવો થતો હોય, ત્યાં લગાવી દેવો જોઈએ. જેથી દુખાવા તેમજ સોજામાં જલ્દી લાભ મળે છે.
મધની સાથે ત્રિફળા પાવડરનો ઉપયોગ કરવાથી ખભાના દુખાવામાં આરમ મળે છે. અડધી ચમચી ત્રિફળા પાવડરને એક ચમચી મધ તેમજ અડધી ચમચી દેશી ઘી મિક્સ કરો. દરરોજ સવારે આ મિશ્રણને ખાવાથી દુખાવામાં રાહત મળે છે.
ખભા સહિત સાંધાના દુખાવામાં તુલસીનો રસ ફાયદેમંદ નીવડે છે. આ માટે તુલસીના પાંદડામાંથી એક ચમચી જેટલો રસ નીકાળી દો અને તેને એક ગ્લાસ હુફાળા પાણીમાં મિક્સ કરીને પી લો. આવું દરરોજ કરવાથી દુખાવામાં રાહત મળશે.
આ માટે અડધી ચમચી મેથીના દાણાનો પાવડર ખાધા પછી સવાર-સાંજ ગરમ પાણી સાથે સેવન કરો. અથવા રાતે અડધી ચમચી મેથીના દાણાને અડધા ગ્લાસ પાણીમાં પલાળી દો. સવારે ખાલી પેટે આ દાણાને ચાવી જાવ અને પાણી પી લો. જેથી તમને આરામ મળશે.