માનસિક સ્વાસ્થ્યને તદુંરસ્ત રાખવા માટેની આદતો


By Hariom Sharma10, Nov 2023 12:12 PMgujaratijagran.com

માનસિક સ્વાસ્થ્ય

સામાન્ય રીતે લોકો શારિરીક સ્વાસ્થ્યનું તો ધ્યાન રાખતા હોય છે પરંતુ માનસિક સ્વાસ્થ્યને એટલું મહત્વ આપતા નથી. તેના કારણે તણાવ, ડિપ્રેશન વગેરેનો શિકાર બનતા હોય છે.

અપનાવો આ આદતો

માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ ખૂબ જ જરુરી છે. એવામાં કેટલીક આદતો કે જેનો રોજિંદા જીવનમાં અમલ કરીને તમે તમારા માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકો છો.

પૂરતી ઊંઘ લો

આજકાલની ભાગદોડ ભરી જીંદગીમાં લોકો અપૂરતી ઊંઘ લેતા નથી. અપૂરતી ઊંઘના કારણે ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે. તમે ગીતો સાંભળી શકો છો, ડાન્સ કરી શકો છો અથવા તો કોઈક એવી વસ્તુ જે તમને ખૂબ જ કરવી ગમે છે.

ડાયટ સારુ રાખો

સારા માનસિક સ્વાસ્થ્ય માટે સારી ડાયટનું હોવું એટલું જ જરુરી છે. તમારી ડાયટમાં હેલ્ધી વસ્તુઓને સામેલ કરો.

You may also like

આમળાના જ્યુસનું સેવન કરવાથી આ ચમત્કારિક ફાયદા મળે છે, ચાલો જાણીએ

આ 5 વસ્તુઓ ખાવાથી વૃદ્ધાવસ્થામાં પણ યાદશક્તિ રહેશે એકદમ શાર્પ

યોગ-પ્રાણાયમ

માનસિક સ્વાસ્થ્ય માનસિક સ્વાસ્થ્યની તદુંરસ્તી જાળવવા માટે યોગ-પ્રાણાયમ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. રોજ ઓછામાં ઓછા 20 મિનિટ યોગ-પ્રણાયમ કરવાથી માનસિક તણાવ દૂર થાય છે, અને મન શાંત રહે છે.

મશીનોનો ઉપયોગ ઓછામાં ઓછો કરો

લોકો આજે મોબાઈલ, કોમ્પ્યૂટર તથા અનેક ઈલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ ખૂબ જ કરતા હોય છે જેની નકારાત્મક અસરો આપણા માનસિક સ્વાસ્થ્ય જોવા મળતી હોય છે. માનસિક સ્વાસ્થ્ય સંબધિત સમસ્યાઓથી બચવા માટે ઈલેક્ટ્રોનિક સાધનોનો ઓછામાં ઓછો ઉપયોગ કરો.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

કબજિયાત અને એસિડિટીથી રાહત મેળવવા માટે ખાવા-પીવામાં શું કાળજી રાખવી જોઈએ? ચાલો જાણીએ