કબજિયાત અને એસિડિટીથી રાહત મેળવવા માટે ખાવા-પીવામાં શું કાળજી રાખવી જોઈએ?


By Vanraj Dabhi10, Nov 2023 12:07 PMgujaratijagran.com

બિનઆરોગ્યપ્રદ ખોરાક

ઘણીવાર બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ ખાવાથી ગેસ, પેટમાં દુખાવો, કબજિયાત, ઝાડા, પેટ ફૂલવું વગેરે જેવી સમસ્યાઓ થાય છે.

હેલ્દી ફુડ

નિષ્ણાતો પણ હંમેશા ફક્ત તે જ વસ્તુઓ ખાવાની સલાહ આપે છે જે પાચનને સ્વસ્થ રાખે છે અને તમને પેટના રોગોથી બચાવે છે.

આ વસ્તુઓનું સેવન કરો

આજે અમે તમને કેટલાક એવા ખોરાક વિશે જણાવીશું જે પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ માનવામાં આવે છે.

મગની દાળ

જે લોકોને નબળા પાચન તંત્રને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તેનાથી છુટકારો મેળવવા માટે મગની દાળમાંથી બનેલી ખીચડી ખાવી જોઈએ.

દહીં ખાવ

દહીંમાં સારા બેક્ટેરિયા જોવા મળે છે જે પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. દહીં પ્રોબાયોટિક હોય છે જે પાચનને સારું રાખે છે.

ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ કરે

જો તમે અપચોથી પરેશાન છો તો તમે દરરોજ એક વાટકી દહીંનું સેવન કરી શકો છો. આ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે.

બાફેલા બટાકા ખાવ

તમે બાફેલા બટાકાનું પણ સેવન કરી શકો છો તે ઊર્જાનો સમૃદ્ધ સ્ત્રોત છે. તમારે તેના પર મસાલા ઉમેરવાનું ટાળવું જોઈએ.

હર્બલ ટી

કેટલીક ચા પેટની સમસ્યાઓને ઓછી કરવામાં મદદ કરે છે. આ માટે તમે હર્બલ ટી પી શકો છો. તે ઉબકા ઘટાડવામાં મદદ કરે છે અને પાચન તંત્રને પ્રોત્સાહન આપે છે.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આમળાના જ્યુસનું સેવન કરવાથી આ ચમત્કારિક ફાયદા મળે છે, ચાલો જાણીએ