ભટુરા બનાવતી વખતે ઘણીવાર તેને રેસ્ટોરન્ટની જેમ પોચી અને નરમ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે પરંતુ કંઈકને કંઈક ખૂટતું જ હોય છે. તેથી આજે અમે તમારા માટે એવી ટ્રિક્સ લઈને આવ્યા છીએ જેનાથી તમારા ભટુરા ફુલેલા બનશે.
ભટુરેનો લોટ નરમ બાંધવો જોઈએ. આ માટે મેંદાના લોટને જેટલો લાંબો સમય સુધી બાંધો તેટલો સારો નરમ લોટ તૈયાર થશે.
ભટુરાને તળવા માટે મહત્તમ તેલનો ઉપયોગ કરો. ભટુરા ફુલાવવા માટે તેલ ફુલ ગરમ હોવું જોઈએ.
આ ઘટકોનો ઉપયોગ કરો તેની સામગ્રીમાં એક વાટકી લોટ,અડધી ચમચી ખાંડ,થોડો બેકિંગ પાવડર,સોડા ઉમેરો.તેમાં પાણી નાખી મિક્સ કરીને મસળી લો અને થોડી વાર પછી તેને બનાવી લો.
ભટુરાને વધુ ટેસ્ટી બનાવવા માટે બ્રેડની સાઈડ કાઢી લો અને તેનો પાવડર લોટમાં મિક્સ કરો.આનાથી ભટુરે સોફ્ટ અને ટેસ્ટી બનશે.
ભટુરે ફુલાવવા માટે ENOનો ઉપયોગ કરો, આનાથી તમારા ભટુરા માત્ર ફુલેલા જ નહીં નરમ પણ બની જશે.
ભટુરે બનાવતી વખતે સોજી,દહીં અને મીઠુંનો ઉપયોગ કરવાનું ધ્યાન રાખો. આનાથી ભટુરે સોફ્ટ અને ટેસ્ટી બને છે.
ભટુરાને વણતી વખતે ખાસ ધ્યાન રાખો કે તેને બહું પાતળા કે બહું જાડા ન બનાવો નહીં તો તે ફુલશે નહીં.
જો તમે પણ હલવાઈની જેમ ભટુરે બનાવવા માંગો છો તો આ ટિપ્સ ચોક્કસ અજમાવો.