ફ્રાઈડ રાઈસ બધા લોકોને પસંદ હોય છે.તમે તેને બચેલા ભાતમાંથી પણ બનાવી શકો છો.આવો જાણીએ તેને બનાવવાની સરળ રીત-
ચોખા-1 કપ,તેલ - 1/2 ચમચી,લસણ 3/4 કળી,ડુંગળી 1 મોટી સાઈઝ (ઝીણી સમારેલી),લાલ મરચાં-1/2 (લાંબી સાઈઝમાં કટીંગ કરો),ગાજર- અડધો કપ(સમારેલું),બેબીકોર્ન-3/4(વૈકલ્પિક),કોબીજ- અડધો કપ (ઝીણું સમારેલું),કઠોળ - અડધો કપ(ઝીણું સમારેલ),કાળી મરી પાવડર-અડધી ચમચી,સોયા સોસ-1 ચમચી,ટામેટા સોસ-1 ચમચી,સ્વાદ માટે મીઠું,વધાર માટે ડુંગળી.
સૌપ્રથમ ચોખાને સહેજ કાચા રાંધી લો અને તેને બાઉલમાં રાખો.
હવે એક પેનમાં તેલ નાખીને ગરમ કરો, ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી,લસણ અને લીલા મરચાં નાખો.
થોડીવાર પછી તેમાં ગાજર,કોબી,કઠોળ અને બેબી કોર્ન વગેરે નાખીને મિક્સ કરી ફ્રાય કરો.
હવે તેમાં કાળા મરી પાવડર,મીઠું નાખીને બરાબર મિક્સ કરો.
થોડીવાર તળ્યા બાદ તેમાં ટામેટાનો સોસ અને સોયા સોસ ઉમેરીને ફરીથી ફ્રાય કરો.
મસાલા તળ્યા પછી હવે તેમાં રાંધેલા ભાત નાખીને બરાબર મિક્સ કરો.
હવે તેને સમારેલી લીલી ડુંગળીથી ગાર્નિશ કરીને ગરમાગરમ સર્વ કરો.
આવી વધુ વાનગીઓની અવનવી રેસીપી જાણવા માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.