કાનમાં ઇયર વેક્સ જમા થવાની સમસ્યા ધૂળ- માટીના બેક્ટેરિયાના કારણે થઇ શકે છે. જો કાનની સારી રીતે સફાઇ કરવામાં ન આવે તો, માણસને સાંભળવામાં મુશ્કેલી આવી શકે છે.
ઘણા લોકો કાનનો મેલ સાફ કરવા માટે ઇયરબડ્સનો ઉપયો કરતાં હોય છે, પરંતુ કાનની આંદરી સ્કિન સોફ્ય હોય છે. ઈયરબડ્સનો ઉપયોગ કરવાથી કાનની અંદર વાગવાનું જોખમ વધી શકે છે. તમે કાન સાફ કરવા માટે ઘરેલુ નુસખા અપનાવી શકો છો.
કાનમાં જામેલો મેલ સાફ કરવા માટે બદામના તેલનો ઉપયોગ કરી શકો છો. આ ઘરેલુ નુસખા માટે તેલને નવશેકુ કર્યા પછી તેના ત્રણ ટીપા કાનમાં નાંખો, આનાથી કાનમાં જામેલો મેલ સોફ્ટ થશે અને સરળતાથી સાફ કરી શકાશે.
સરસવ, ઓલીવ ઓઇલ અને નારિયેળ તેલ કાનની સફાઇ માટે સારો વિકલ્પ છે. તમે આમાથી કોઇ પણ તેલ લસણની ત્રણ-ચાર કળીમાં ગરમ કરી લો. ત્યાર બાદ તેલના થોડા ટીપા કાનમાં નાંખો અને કાનને રૂની મદદથી બંધ કરો.
કાનનો મેલ કાઢવા માટે બેબી ઓઇલનો ઉપયોગ પણ કરી શકો છો. તમે તમારા કાનમાં 3થી 4 બેબી ઓઇલના ટીપા નાંખીને કાન રૂથી બંધ કરો. આ નુસખાથી કાનનો મેલ બહાર નીકળી જશે.
એપ્પલ વિનેગરથી પણ કાનની સફાઇ કરી શકો છો. આ માટે થોડું વિનેગર એક ચમચી પાણીમાં મિક્સ કરો. હવે આ મિશ્રણને કાનમાં નાંખો. આનો ઉપયોગ કરતાં પહેલા ડોક્ટરની સલાહ જરૂરી લેવી.
નવશેકા પાણીની મદદથી કાનનો મેલ સાફ કરી શકાય છે. આ માટે પાણીને થોડી ગરમ કરો અને ત્યાર બાદ રૂથી પાણીને કાનમાં નાંખો. થોડી સેકન્ડો પછી પાણી કાનમાંથી બહાર કાઢો.
આ ઉપાય માટે ડુંગળીને બાફીને તેનો રસ કાઢી લો. ત્યાર બાદ રૂની મદદથી રસના કેટલાક ટીપા કાનની અંદર નાંખો. તેનાથી કાનની ગંદકી સરળતાથી સાફ થઇ જશે.