ડ્રેગન ફ્રૂટ દ્વારા મેળવો સાફ-સુથરી અને નેચરલ સ્કિન


By Hariom Sharma30, Sep 2023 07:05 PMgujaratijagran.com

ડ્રેગન ફ્રૂટ સ્વાદિષ્ટ હોવાની સાથે ઘણા ગુણોથી ભરપૂર હોય છે. આ ફળમાં વિટામિની સી, આયર્ન અને કેલ્શિયમ જેવા ઘણાં મહત્ત્વના ન્યૂટ્રિએન્ટ રહેલા હોય છે. ડ્રેગન ફ્રૂટમાં કેલેરીની માત્રા ઓછી હોય છે, જેનાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.

ડ્રેગન ફ્રૂટના ફાયદા

ડ્રેગન ફ્રૂટથી શરીરમાં ઈમ્યૂનિટી વધવાની સાથે, સાંધાના દુખાવામાં રાહત અને એનિમિયા જેવી સમસ્યાઓથી બચી શકાય છે. ડ્રેગન ફ્રૂટ સ્કિન માટે ખૂબ જ સારું હોય છે. આવો જાણીએ તેના ફાયદા વિશે.

એન્ટિ ઇન્ફ્લેમેરી પ્રોપર્ટીઝ

ડ્રેગન ફ્રૂટની મદદથી ડાઘા અને અનઇવન સ્કિન ટોનથી બચી શકાય છે. આ ફળમાં ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ હોય છે, જે સ્કિનની રેડનેસને ઘટાડીને ત્વચાને સોફ્ટ અને સ્મૂધ બનાવે છે.

મોશ્ચરાઇઝિંગ ગુણ

ડ્રેગન ફ્રૂટમાં હાઇડ્રેટિંગ ગુણ રહેલા હોય છે. આ ચહેરાને સારી રીતે મોઇશ્ચરાઇઝિંગ કરે છે. આ ફળનો ઉપયોગ કરવાથી સ્કિન હાઇડ્રેટ રહે છે અને ચહેરા પર નેચરલ ગ્લો આવે છે.

એન્ટિ ઓક્સિડેન્ટ

ડ્રેગન ફ્રૂટમાં એન્ટિ ઓક્સિડેન્ટ હોય છે, આ ફળમાં સારી માત્રામાં વિટામિન સી રહેલું હોય છે. આ સ્કિન ડેમેજથી બચાવે છે અને ત્વચાને યંગ બનાવી રાખવામાં મદદ કરે છે. ડ્રેગન ફ્રૂટથી કરચલીઓ અને ફાઇન લાઇન્સ વગેરે સમસ્યાઓથી બચાવ કરી શકાય છે.

કોલેજન

ડ્રેગન ફ્રૂટમાં વિટામિન સી હોય છે. આ કોલેજન પ્રોડક્શનનો વધારો કરે છે, જેનાથી સ્કિન હેલ્ધી અને ગ્લોઇંગ બની રહે છે. આ ફળ સ્કિનથી ડેડ સેલ્સ હટાવે છે અને સ્કિન પર જમા ગંદકી દૂર કરે છે.

કેવી રીતે ઉપયોગ કરવો

ડ્રેગન ફ્રૂટનો ઉપયોગ તમે ફેસપેકની જેમ કરી શકો છો. આ માટે ડ્રેગન ફ્રૂટની ક્રશ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં બેસન, ગુલાબ જળ અને કાચુ દૂધ મિક્સ કરીને આ પેકને ગળા અને ચહેરા પર 20 મિનિટ સુધી લગાવીને રાખો, ત્યાર બાદ તેને ઠંડા પાણીથી ધોવો.

ખાલી પેટ ચા પીવાથી શરીરમાં આ નુકસાન થાય છે, ચાલો જાણીએ