જો શાકમાં મરચું વધારે પડી જાય, તો શાકની તિખાસ ઘટાડવા આ ટિપ્સ અનુસરો


By Vanraj Dabhi26, Feb 2024 05:02 PMgujaratijagran.com

શાકમાં મરચું વધારે પડી જાય

જો શાકમાં મરચાંનું પ્રમાણ વધુ હોય તો ઘણા લોકો તેને ખાવાનું પસંદ કરતા નથી,પરંતુ શાક એટલું મસ્ત હોવાથી તેને ફેંકી દેવાનું મન નથી થતું.

આ ટિપ્સ અનુસરો

આજે અમે તમને આ શાકમાં વધારાનું મરચું ઓછું કરવાની 5 શ્રેષ્ઠ રીતો જણાવીશું, જેને અનુસરીને તમે પણ શાકની તિખાસને યોગ્ય કરી શકો છો.

ટમેટાની પેસ્ટ

જો શાક તીખું બની જાય,તો તમે તેમાં ટામેટાની પેસ્ટ ઉમેરી શાકની તિખાસ ઓછી કરી શકો છો.

લોટનો ઉપયોગ

તમે શાકની તિખાસને ઘટાડવા માટે લોટનો પણ ઉપયોગ કરી શકો છો.આ ટ્રીકથી શાકને ઘટ્ટ પણ બનાવી શકાય છે.

મધ ઉમેરો

શાકનો તીખો સ્વાદ ઘટાડવા માટે તમે તેમાં થોડું મધ અથવા ખાંડ પણ ઉમેરી શકો છો.

ઘી અથવા માખણ ઉમેરો

જો શાકની તિખાસ ઘટાડવા માટે થોડું દેશી ઘી અથવા માખણ ઉમેરી શકો છો.

વાંચતા રહો

ટ્રીક ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

હોમ મેઈડ ગોળધાણા : મહેમાનોમાં વટ પડાવે તેવાં સુપર ટેસ્ટિ ગોળધાણા