આર્થિંક તંગીને દૂર કરવા માટે જરુરી છે કે તમારા પર મા લક્ષ્મીના આશિર્વાદ રહે. આવો જાણીએ કે સવારે ઉઠીને ક્યા ઉપાયો કરવાથી આર્થિક તંગી દૂર થશે.
જો તમે ધનની કમી અનુભવી રહ્યા છો, તો મા લક્ષ્મીની પૂજા-અર્ચના કરો. જ્યોતિષ ઉપાયોથી તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી આર્થિક સમસ્યાઓમાંથી છૂટકારો મેળવી શકો છો.
તુલસીની પૂજા મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને અતિપ્રિય છે. નિયમિત રુપથી તુલસી માતાની સેવા કરવાથી માતા લક્ષ્મી અતિ પ્રસન્ન થાય છે.
તુલસીની સેવા કરવાની સાથે-સાથે દરરોજ ઘીનો દીવો પણ કરવો જોઈએ. આમ કરવાથી માતા-લક્ષ્મીજીની કૃપા તમારા પણ બની રહે છે.
ઘરમાં ચોખ્ખાઈ રાખવાથી મા લક્ષ્મી ઘરમાં રહે છે. મુખ્ય દ્વારને તો ખાસ ચોખ્ખો રાખવો જોઈએ.
ઘરના મુખ્યદ્વાર પર સાંજના સમયે દીવો પ્રગટાવવાથી ઘરમાં ક્યારેય ધનની કમી રહેતી નથી.